જાણો આજકાલ ટ્રેન્ડમાં રહેલા બ્રા બ્રેસલેટ શું છે? અહીં ઓનલાઈન પણ વેચાઈ રહ્યા છે

ફેશનની દુનિયા ઝડપથી બદલાતી રહે છે. ક્યારેક હજારો વર્ષ જુના કપડા ફેશન બનીને માર્કેટમાં આવી જાય છે તો ક્યારેક ફાટેલા કપડા ફન્કી જીન્સના નામે વેચાય છે. આજકાલ આવો જ એક ટ્રેન્ડ બ્રા બ્રેસલેટના નામે બજારમાં ચાલી રહ્યો છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડને લગતા એક વીડિયોમાં બ્રા બ્રેસલેટ જોવા મળી રહ્યા છે. ઘણા કપલ્સ તેને પહેરતા પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેને બનાવવાની પ્રક્રિયા જણાવવામાં આવી છે. હવે સવાલ એ છે કે બ્રા બેઝલેટ શું છે અને તે કેવી રીતે બનાવાય છે?

 bra bracelets

બ્રા બેસલેટના નામ પરથી સમજી જ ગયા હશો કે તે મહિલાઓની બ્રા સાથે સંબંધિત છે. આ બ્રેસલેટ બ્રાની સ્ટ્રેપમાંથી બનાવવામાં આવે છે. આ બ્રેસલેટમાં બ્રાની એક સ્ટ્રેપ કાંડા પર બાંધવામાં આવે છે. આ હૂકથી લોક કરાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક છોકરીઓ આ બ્રેસલેટ પોતાના પાર્ટનરને પોતાની બ્રાની સ્ટ્રેપથી બાંધી રહી છે.

હવે માર્કેટમાં પણ આ પ્રકારના બ્રેસલેટ મળી રહ્યા છે. આ સિવાય ઓનલાઈન પ્લેટફોર્મ પર નજર નાખો તો ઘણી વેબસાઈટ બ્રા બ્રેસલેટ વેચી રહી છે. હવે અલગ અલગ ડિઝાઈન પણ મળી રહી છે. આ બ્રેસલેટની સ્ટ્રેપ પર ફૂલ સહિતની અવનવી ડિઝાઈન આવી રહી છે

આ બ્રેસલેટનું કોઈ અલગ સ્વરૂપ કે ડિઝાઈન નથી પરંતુ પટ્ટાને બ્રેસલેટની જેમ બાંધવામાં આવી રહ્યો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિદેશી શોપિંગ વેબસાઇટ પર પણ આનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે.

બ્રા બ્રેસલેટની શરૂઆત ક્યાંથી થઈ તેની વાત કરીએ તો તેની પાછળ કોઈ ઈતિહાસ નથી. લોકો તેને પ્રેમના પ્રતીક તરીકે પહેરે છે. યુગલો તેને પ્રેમની નિશાની તરીકે બાંધી રહ્યા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ આને તેના પુરુષ પાર્ટનરને બાંધે છે. આ સિવાય ઈન્ટરનેટ પર એવી ઘણી તસવીરો છે જેમાં કપલ બ્રા બ્રેસલેટ પેહેરેલુ જોઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X