એવુ તો શું થયુ કે માતાએ જ તેની પુત્રીને 100 લોકોને ડેટ કરવા કહ્યું, જાણો શું છે પુરી ઘટના?
કહેવાય છે કે પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચેનું પવિત્ર બંધન છે. જો કે આજના ઓનલાઈન ડેટિંગના જમાનામાં આ વાત માત્ર એખ કહેવત બનીને રહી ગઈ છે. આ વાતનો પુરાવો આપતી એક ઘટના બ્રિટનમાં સામે આવી છે.
બ્રિટનની આ ઘટના આ દિવસોમાં સમાચારોમાં છવાયેલી છે. ઘટના અનુસાર, એક યુવતીની માતાએ જ તેની પુત્રીને 100 પુરૂષો સાથે ડેટ કરવાની પરવાનગી આપી દીધી અને તેનું કારણ સામે આવ્યુ તેને તમામ લોકોને ચૌકાવી દીધા.

વિચિત્ર લાગતી આ ઘટના બ્રિટનની છે. ઘટના અનુસાર, માતાએ જ પુત્રીને 100 લોકોને ડેટ કરવા માટે કહ્યું. હવે આ મામલો બ્રિટનમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડેટ કરનારી યુવતીની બહેને ખુલાસો કર્યો છે કે તે યુવતીએ 100 પુરુષોને ડેટ કર્યા છે.
આમ કરવા માટે યુવતીની માતાએ 500 ડોલર આપ્યા હતા. આટલી રકમ આપીને તેની માતાએ યુવતીને કહ્યું કે, પૈસા પુરા થઈ જાય તો જણાવજે પરંતુ 100 માણસો સાથે તારીખ પૂરી કરીને જ ઘરે પાછી આવજે. યુવતીની બહેન એલિસ કેરોલીને આ ઘટસ્ફોટ સાથે ટિકટોક પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે 100 પુરુષોને ડેટ કર્યા બાદ યુવતી અને તેની બહેન એલિસ સેલિબ્રેસન કરી રહી છે. વીડિયોમાં એલિસે તે પુરુષોના નામનું લિસ્ટ પણ શેર કર્યુ છે જેની સાથે તેની બહેન ડેટ કરી ચુકી છે.
આમ કરવા પાછળનું કારણ જાણીને તમે ચૌકી જશે. હકિકતમાં અમે તમને જણાવી દઈએ કે, આ માતા ઈચ્છતી હતી કે તેની દીકરી 100 પુરુષો સાથે ડેટ કરે. માતા નહોતી ઈચ્છતી કે તેની પુત્રીને લગ્ન પછી પુરુષો વિશે કોઈ આશંકા રહે.












Click it and Unblock the Notifications
