ફિલ્મનું શુટિંગ પુરૂ થયા બાદ હિરોઈનોએ પહેરેલી બિકીની સહિતના કપડાનું શું થાય છે?
ફિલ્મોમાં દરેક કેરેક્ટર માટે અલગ અગલ કોસ્ચ્યુમ હોય છે. બોલ્ડ સીન ફિલ્માવવા માટે બિકીની સહિતના કપડાનો ઉપયોગ થાય છે. જો કે તમને એ સવાલ થતો હશે કે શુટિંગ પુરૂ થયા બાદ આ કપડાનું શું થાય છે તો આજે અમે તમને એનો જવાબ આપીશું.
ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ ઘણી વખત કપડાને પ્રોડક્શન હાઉસમાં પરત કરવામાં આવે છે. પ્રોડક્શન હાઉસ નાના ફેરફારો કર્યા પછી કપડાનો ફરીથી ઉપયોગ કરે છે. ક્યારેક કપડાંના મેચિંગને લઈને પણ ફેરફાર કરવામાં આવે છે.

મોટેભાગે આ કપડાંનો ઉપયોગ ફરીથી જુનિયર કલાકારો જ કરે છે. ફરીથી આ આ કપડાં કોઈ સ્ટાર્સને પહેરાવાતા નથી. અહેવાલો અનુસાર, 2010માં બંટી ઔર બબલી ફિલ્મમાં ઐશ્વર્યા રાય દ્વારા પહેરવામાં આવેલો ડ્રેસ 5 વર્ષ પછી એક કલાકારે 2010માં બેન્ડ બાજા બારાતમાં પહેર્યો હતો. જો કે તેનું મેચિંગ બદલાયુ હતું.
આ કપડાને લઈને ઘણી વખત એવુ પણ બને છે કે શૂટિંગ પુરૂ થયા બાદ એક્ટર અને એક્ટ્રેસ તેને પોતાની સાથે લઈ જાય છે. દીપિકા પાદુકોણે ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં નૈનાના પાત્રના ચશ્મા પોતાની સાથે રાખી લીધા હતા.
ફિલ્મ આવ્યા બાદ ઘણા પાત્રો એટલા ફેમસ થાય છે કે તેના કપડાની હરાજી કરવામાં આવે છે. ફિલ્મ મુઝસે શાદી કરીગેના ગીત જીને કે હૈ ચાર દિનમાં સલમાન ખાને જે ટુવાલનો ઉપયોગ કર્યો હતો તેની હરાજી કરવામાં આવી હતી અને આ ટુવાલને કોઈએ એક લાખ 42 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો.
ફિલ્મોમાં લગ્ન કે કોઈ મોટું ફંક્શન હોય ત્યારે ડીલર પાસેથી કપડા મંગાવવામાં આવે છે અને કામ પૂરું થયા બાદ પ્રોડક્શન હાઉસ તે કપડાં પરત કરે છે પછી ડીલરો તેને બીજે આપે છે.












Click it and Unblock the Notifications
