શું છે માઈક્રો વેડિંગ? જાણો કેમ પોપ્યુલર થઈ રહ્યો છે આ ટ્રેન્ડ?

ધામધૂમથી લગ્ન કરવા એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. લોકો લગ્ન માટે વિવિધ રીતે તૈયારીઓ કરતા હોય છે. લગ્ન માટે વિવિધ પ્રકારના ટ્રેન્ડ પણ ચાલી રહ્યા છે. આમાંથી જ એક ટ્રેન્ડ છે માઈક્રો વેડિંગ. માઈક્રો વેડિંગ ટ્રેન્ડ ભારતમાં ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે.

લગ્નને સફળતાપુર્વક પુર્ણ કરવામાં પરિવારના લોકો થાકને લોથપોથ થઈ જાય છે. જ્યાં સુધી લગ્ન પુરા ન થાય ત્યાં સુધી પરિવાર સતત ટેન્શનમાં રહે છે. આ સિવાય લાખો રૂપિયા પણ વપરાઈ જાય છે. હવે આ બધા ટેન્શનથી બચાવતો નવો માઈક્રો વેટિંગ ટ્રેન્ડ શરૂ થયો છે.

micro wedding

માઈક્રો વેટિંગમાં સૌછી મોટુ કામ મહેમાનોનું લિસ્ટ બનાવવાનું છે. આ લગ્નમાં અમુક ખાસ અને પસંદ કરેલા લોકોને જ બોલાવવામાં આવે છે. આવુ કરવાથી અન્ય સંબંધીઓ નારાજ થઈ શકે છે. માઇક્રો વેડિંગમાં આ કામ સમજદારીપૂર્વક થાય છે.

માઈક્રો વેડિંગ પ્લાન કરવા એટલા જ અઘરા છે જેટલું મોટા લગ્નનું આયોજન કરવું. પરંતુ લગ્નના આયોજનનો ખર્ચ ઓછો થાય છે. માઈક્રો લગ્નના આયોજનમાં તમારે લગ્નમાં આમંત્રણ આપવા માટે મહેમાનોની સૂચિ તૈયાર કરવી જરૂરી છે. મહેમાનોને આમંત્રિત કરવા માટે લોકોની યાદી તૈયાર કરીને તે મુજબ લગ્નના કાર્ડ પ્રિન્ટ કરાવાય છે.

માઇક્રો વેડિંગમાં સામાન્ય લગ્ન જેટલો ખર્ચ થતો નથી. સૌથી મહત્વની બાબત એ છે કે તમે લગ્નમાં કેટલા લોકોને બોલાવી રહ્યા છો અને સ્થળ અને ભોજનની પસંદગી કેવી કરી રહ્યા છો. આને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાય છે. કપલ અને પરિવારોએ સ્થળ વિશે પણ વાત કરવી જોઈએ. જેથી ખર્ચ બંને વચ્ચે વહેંચાય. આ ઉપરાંત સજાવટ અને ખાદ્યપદાર્થો પર કેટલો અને કેટલો ખર્ચ થશે તે માટે અગાઉથી બજેટ બનાવો.

તમે જેટલા મહેમાનોને આમંત્રિત કરી રહ્યાં છો તે પ્રમાણે માઈક્રો વેડિંગ માટે સ્થળ પસંદ કરો. આના માટે મોટો હોલ કે પાર્ક બુક કરવાથી ડેકોરેશનનો ખર્ચ વધી શકે છે. બીજી બાજુ જો ઘરનો બગીચો અથવા પાછળનું યાર્ડ મોટું હોય કે ત્યાં જ સજાવટ કરીને લગ્ન થઈ શકે છે.

સારો ખોરાક એ ભારતીય લગ્નોની જાન છે. તમારે ભોજનમાં સારી વાનગીઓનો સમાવેશ કરવો જોઈએ પરંતુ વાનગીઓ ઓછી રાખો. તમે મેનુમાં કેટલીક શ્રેષ્ઠ વાનગીઓનો સમાવેશ કરીને રૂપિયાનો બચાવ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X