શું છે હિકિકોમોરી? જાણો કેમ જાપાનના લોકો પોતાને રૂમમાં બંધ કરી રહ્યા છે?
દુનિયાભરમાં ઈન્ટરનેટના વધતા વ્યાપને કારણે લોકો એકબીજાથી દુર થઈ રહ્યા છે. લોકો સતત ઈન્ટરનેટ પર રહે છે અને પોતાને સમાજ અને લોકોથી અલગ કરી લે છે. પહેલા આ વિચારવુ જરા વધારે લાગતું હતું કે કોઈ માણસ ઘરમાં કે સમાજથી પોતાને અલગ રાખી શકે નથી. જો કે હવે આ સામાન્ય વાત છે. જાપાનમાં આ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. ત્યાંના લોકો પોતાને એક રૂમમાં બંધ કરીને દુનિયાથી અલગ જીવે છે. તેના માટે દુનિયા માત્ર ઈન્ટરનેટ સર્ફિંગ અને ઈન્ટરનેટ છે.

દુનિયામાં દિવસે દિવસે વધી રહેલી આ સમસ્યા હિકીકોમોરીના નામે ઓળખાય છે. હવે સવાલ એ પણ છે કે દુનિયામાં સૌથી વધુ નવી ટેકનોલોજી આપનારા જાપાનમાં લોકો કેમ આવુ કરી રહ્યા છે?
જાપાન સરકારે ગયા નવેમ્બર મહિનામાં 10 થી 69 વર્ષની વયના 30 હાજર લોકોનો એક સર્વે કર્યો હતો આ સર્વેમાં જાણવા મળ્યું કે 15-62 વર્ષની વયના લોકોમાં હિકિકોમોરીથી 2 ટકા પીડિત છે. કેબિનેટ ઓફિસ અનુસાર, આ સમસ્યાનું સૌથી મોટું કારણ તૂટેલા સંબંધો, પારિવારિક ઝઘડા, નોકરી ગુમાવવી અને છોડવી એ છે. 2021 ના સર્વે મુજબ, 9 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ સમસ્યાઓના કારણે ક્લાસમાં જવાનું બંધ કરી દીધુ છે.
હિકિકોમોરી એ પોતાને લોકોથી અલગ કરવાની ઘટના છે, જે જાપાનમાં વધુ સામાન્ય બની રહી છે. આ સામાન્ય રીતે યુવાનો અને વૃદ્ધોને નિશાન બનાવે છે. હિકિકોમોરી ચિંતા, હતાશા અને સામાજિક ડરની લાગણીઓ સાથે સંકળાયેલી છે.
હિકિકોમોરીની અસર જાપાનમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જેના કારણે જાપાનનો જન્મ દર પણ ઘટી રહ્યો છે. લોકો એકલતામાં જીવે છે અને નવા સંબંધો નથી બનાવતા. તે તેમના જૂના તૂટેલા અને વેરવિખેર સંબંધોના કારણે ડરમાં છે. આવા લોકો પોતાના જીવનમાં કંઈક નવું કરવાનું વિચારી શકતા નથી.
હિકિકોમોરી કેવડી મોટી સમસ્યા છે એનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે તે અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે અને વસ્તીના પડકારોને વધારી રહ્યું છે.












Click it and Unblock the Notifications
