મહિલાઓની પ્રિય સાડી ક્યાંથી આવી, જાણો શું કહે છે ભારતીય પુરાણો?
હાલમાં જ ભારતીયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પલ્લવી રાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તે સાડી અને સિંદુર લગાવીને રોમની સડકોમાં ફરી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદથી સાડી ચર્ચામાં છે.
ભારતીય મહિલાઓની પ્રિય અને દુનિયાભરમાં ભારતની ઓળખ સમાન સાડી પહેરવાની શરૂઆત ક્યાંથી થઈ તેના વિશે તમે જાણો છો? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય સાડીઓની દુનિયાભરમાં ખુબ ચર્ચા થાય છે.

એક પોશાક તરીકે સાડી હજારો વર્ષોનો ઈતિહાસ ધરાવે છે. સાડીનો પ્રથમ ઉલ્લેખ વેદોમાં જોવા મળે છે. યજ્ઞ અને હવન સમયે સાડી પહેરવાનો ઉલ્લેખ છે. માત્ર વેદ જ નહીં પરંતુ મહાભારતમાં પણ સાડીનો ઉલ્લેખ છે. મહાભારતમાં દુશાસનએ દ્રૌપદીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને તેની સાડીની લંબાઈ વધારીને બચાવી હતી.
સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દુનિયાનો સૌથી લાંબો પોશાક છે. સાડી 5 થી 6 ફૂટ કે તેનાથી પણ વધુ લાંબી હોય છે. સાડી દુનિયામાં પહેરવામાં આવતા કપડામાં 5માં નંબરે છે. ભારતમાં જ અનેક પ્રકારની સાડીઓ બને છે અને પહેરવામાં આવે છે.
ભારતની કેટલીક જાણીતી સાડીઓ વિશે વાત કરીએ તો, મધ્ય પ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડી, ગુજરાતની બાંધણી સાડી, રાજસ્થાનની લહેરિયા સાડી, આસામની કોરલ સિલ્ક સાડી, તમિલનાડુની કાંચીવરમ, ઉત્તર પ્રદેશની બનારસી, તાંચી, અને જામદાની સાડી, મહારાષ્ટ્રની પૈઠાની સાડી દુનિયાભરમાં જાણીતી છે.
ભારતમાં સાડીઓના રંગ રૂપ તહેવારો અનુસાર બદલાય છે. હરિયાળી તીજ પર મહિલાઓ લીલા રંપની સાડી પહેરે છે તો શોકમાં મહિલાઓ કાળા રંગની સાડીઓ પહેરે છે. આ સિવાય પ્રસંગો અનુસાર સાડીઓના રંગ બદલાય છે.
તમને જાણીને ગર્વ થશે કે ઘણી ભારતીય સાડીઓને જીઆઈ ટેગ પણ મળ્યા છે. આમાં કર્ણાટકની ઇલ્કલ સાડી, મોલાકલમુરુ સાડી, ઉડુપીની સાડી, કેરળની કાસરગોડ સાડી, કુથમપલ્લી સાડી, મધ્યપ્રદેશની મહેશ્વરી સાડી, ઓડિશાની સંબલપુરી બંધ સાડી, બોમકાઈ સાડી, હબાસપુરી સાડી, તમિલનાડુી કંડાંગી મન્દાંગી સાડી સહિતની સાડીઓને જીઆઈ ટેગ મળી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
