ચાલુ બાઈકે પિસ્તોલ લહેરાવનારી પટનાની હંટર ક્વિન કોણ છે? પોલીસે 30 હજારનો દંડ ફટકાર્યો
આ દિવસોમાં પટનાની એક શગીરાની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે. હંટર ક્વિનના નામે જાણીતી આ કિશોરીનો વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ચાલુ બાઈકે પિસ્તોલ લહેરાવતી જોવા મળી રહી છે.
પટનાની આ હંટર ક્વિન યામાહા આરવાન 5 બાઇક સાથે શેરીઓમાં ધમાલ કરતી જોવા મળે છે ત્યારે આ વખતે તે પોલીસના ચક્કરમાં ફસાઈ ગઈ છે. પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે અને તેના પર ગંગા પથ મરીન ડ્રાઈવ પર બાઈક પર હવામાં પિસ્તોલ લહેરાવીને સ્ટંટ કરવાનો આરોપ છે.

આ સિવાય પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ 30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને તેની બાઇકનું રજીસ્ટ્રેશન પણ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. હવે તમને સવાલ થતો હશે કે આટલી નાની ઉમરમાં ધમાલ કરનારી આ કિશોરી છે કોણ?
એક સગીર છોકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હંટર ક્વીન નામથી આઈડી બનાવી છે. આ કિશોરીના એક લાખથી વધુ ફોલોઅર્સ છે અને આ આઈડી પર 531 પોસ્ટ કરવામાં આવી છે.
હાલમાં જ આ કિશોરીએ બાઇક પર હવામાં પિસ્તોલ લહેરાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદ તે અચાનક ચર્ચામાં આવી ગઈ. એસપી સિટી વૈભવ કુમારે મામલાની નોંધ લીધી અને પોલીસે તેની ધરપકડ કરી. તપાસમાં પિસ્તોલ નકલી લાઈટર હોવાનું બહાર આવ્યું હતું.
જો કે પોલીસના લફડામાં ફસાયા બાદ તેને તેના કૃત્ય પર પસ્તાવો કર્યો છે. તેણે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા મરીન ડ્રાઈવ પર એક સ્ટંટ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો. તે એક ખતરનાક કૃત્ય હતું, જે માત્ર મારા માટે જ નહિ પરંતુ અન્ય લોકો માટે પણ ઘાતક બની શકે. યુવતીએ કહ્યું કે હું ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરું.












Click it and Unblock the Notifications
