પહેલી મુલાકાતમાં છોકરો કે છોકરી કોને બિલ ચુકવવુ જોઈએ? જાણો શું કહે છે જાણકારો?

કોઈપણ વ્યક્તિ માટે પહેલી ડેટ સૌથી મુશ્કેલ હોય છે. પહેલી મુલાકાતમાં મનમાં ઘણા સવાલો હોય છે. એમાં સૌથી મોટો સવાલ એ પણ હોય છે કે પહેલી મુલાકાતમાં બીલ કોને ચુકવવુ જોઈએ?

પહેલી ડેટમાં તમામ પુરૂષોને સતાવતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે બિલ કોને ચુકવવુ જોઈએ? આ પ્રશ્ન અંગે ડેટિંગ એક્સપર્ટ નેલી કહે છે કે પહેલી ડેટ પર માત્ર છોકરાએ જ બિલ ચૂકવવું જોઈએ. આવુ કેમ કરવુ જોઈએ તેને લઈને તેમને વિગતે જણાવ્યુ છે.

First date

ડેટિંગ એક્સપર્ટ નેલી જણાવે છે કે, પહેલા મુલાકાતમાં પુરૂૂ બિલ ચૂકવવું એ છોકરા માટે છોકરીનું દિલ જીતવાનું પહેલું પગલું છે. જો તમે કોઈ છોકરીને ડેટ પર આવવાનું કહો અને પછી બિલ ન ચુકવો તેની સામે તમારી ઈમ્પ્રેશન બગડી શકે છે. તે તમને ચીપ ગણી શકે છે.

ડેટિંગ એક્સપર્ટ નેલીને સોશિયલ મીડિયા પણ ઘણા લોકો ફોલો કરે છે. નેલી કહે છે કે જો તમે પહેલી ડેટ પર બિલ નહીં ચૂકવો તો છોકરી સમજી જશે કે તમને ડેટ પોષાય એમ નથી. ત્યારબાદ તમે તેને કોલ કરશો તો તે ન પણ આવે.

ડેટિંગ એક્સપર્ટ નેલી અનુસાર, જો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ મોંઘી રેસ્ટોરન્ટ કે આઉટલેટમાં ડેટ ન કરી શકો તો તેને પાર્ક કે પિકનિક પર લઈ જવી વધુ સારું છે. ત્યાં તમને ઓછા પૈસામાં ડેટનો આનંદ મળશે.

નેલી જણાવે છે કે, કેટલીક છોકરીઓ પ્રગતિશીલ છે અને તે તમને બિલને અડધા ભાગમાં વહેંચવા અથવા બિલ જાતે ચૂકવવા માટે કહી શકે છે. આના પર તમારે તેમની વાત ટાળવી જોઈએ અને બિલ જાતે જ ચૂકવવું જોઈએ. જો છોકરી વધુ કહે તો તમે તેને કહી શકો કે આગલી વખતે તે બિલ ચૂકવશે. આ ડેટ મારા તરફથી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X