યમરાજ આ જગ્યાનો રસ્તો ભુલી ગયા છે, એવુ તો શું છે કે દરેક લોકો 87 વર્ષથી વધુ જીવે છે?

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ લોકોનું આયુષ્ય ઓછુ થઈ રહ્યું છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાંના લોકો પુરી જીંદગી જીવીને 80 વર્ષ બાદ શાંતિથી મોતને ભેટે છે. કહેવાય છે કે યમરાજ આ જગ્યાનો નકશો ભુલી ગયા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા જાપાનમાં આવેલી છે. ઓકિનાવા આઇલેન્ડ નામની આ જગ્યાની ખાસિયત એ છે કે અહીંના લોકો પુરી જિંદગી જીવ્યા પછી જ મરે છે. અહેવાલો અનુસાર, એક અમેરિકી વ્યક્તિએ જ્યારે આ જગ્યાની મુલાકાત લીધી તો તેને ઘણી એવી બાબતો જાણવા મળી જે સાંભળીને પહેલી વખતમાં વિશ્વાસ ન આવે.

Okinawa Island

આ સમયમાં 87 વર્ષની ઉંમર બહુ મોટી કહેવાય અને ગણ્યાગાંઠ્યા લોકો જ આ ઉમર સુધી પહોંચી શકતા હોય છે ત્યારે જાપાનની આ જગ્યાએ મહિલાઓ સરેરાશ ઉંમર 87 વર્ષ જીવે છે. 2020ની વસ્તી ગણતરી મુજબ અહીં પુરૂષોનું સરેરાશ આયુષ્ય 80.27 વર્ષ હતુ અને મહિલાઓ 87.44 વર્ષ જીવે છે.

અહીંના મોટાભાગના ઘરોમાં એક અથવા એકથી વધારે વ્યક્તિ 100 વર્ષના છે અથવા થવા જઈ રહ્યા છે. ઓકિનાવામાં કુલ 150 ટાપુઓ આવે છે અને તે જાપાન અને તાઈવાન વચ્ચે સ્થિત છે. આ જગ્યાને અમર ધરતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકીન નાગરિક ડ્રુ બિન્સ્કીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ લોકોના લાંબા આયુષ્યના ઘણા રહસ્યો જાહેર કર્યા છે.

અહીંના લોકોના લાંબા આયુષ્ય માટે તેમની લાઈફ સ્ટાઈલ જવાબદાર છે. અહીંના લોકો મોટે ભાગે સવારે 6.30 વાગ્યે એક્સરસાઇઝ માટે પહોંચી જાય છે. વડીલો એક્સરસાઇઝ પછી એનર્જેટિક ફિલ કરે છે.

એક મહિલાએ જણાવ્યું કે, તે વારંવાર પોતાના ઘરમાં ફરે છે. તે કહે છે કે તેઓ સુખી જીવન જીવે છે, તેથી લાંબા જીવનનો આનંદ માણે છે. તેમનો ખોરાક પણ ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે, જેમાં શાકભાજી, માંસ અને અન્ય આરોગ્યપ્રદ વસ્તુઓ હોય છે. તેઓ માત્ર 80 ટકા જ ખોરાક ખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X