ઘર બહાર લીંબુ-મરચા કેમ લટકાવાય છે? આ કોઈ અંધશ્રદ્ધા નહિં પરંતુ વિજ્ઞાન છે
ભારત પરંપરાઓનો દેશ છે. ભારતમાં વર્ષોથી લોકો પોતાની પરંપરાઓ સાથે જીવતા આવ્યા છે. આવી જ એક પરંપરા આજે પણ ભારતમાં ચાલી આવે છે. આ પરંપરા ઘર બહાર લીંબુ-મરચા લટકાવાની છે. આ પંરપરા પાછળ મોટુ સાયન્સ છે.
ભારતમાં લોકો પોતાના ઘર અને ધંધાની જગ્યાઓ પર બહાર લીંબુ-મરચાં લટકાવે છે. માન્યતા છે કે આ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ માત્ર અંધશ્રદ્ધા જ નથી. તેની પાછળ મોટુ વિજ્ઞાન છુપાયેલું છે. જે લીંબુ-મરચા લટકાવાની પરંપરાને સાચી યોગ્ય ઠેરવે છે.

સામાન્ય સ્થિતીમાં લીંબુને જોઈને મનમાં ખાટી લાગણી જન્મે છે. આવી સ્થિતિમાં ખરાબ નજરવાળા લોકો તે જગ્યાને લાંબા સમય સુધી જોઈ શકતા નથી. વિજ્ઞાન કહે છે કે લીંબુની ખટાસ તીવ્ર ગંધ છોડે છે. તેની સાથે મરચુ પણ તીવ્ર ગંધ છોડે છે. આ બંનેને દરવાજા પર એકસાથે લટકાવવામાં આવે છે ત્યારે મચ્છર અને માખીઓ ઘરની અંદર પ્રવેશત નથી.
સાયન્ટિફિટ ગુણોમાં લીંબુ અને મરચામાં જંતુનાશક ગુણ હોય છે. તેને દરવાજા પર લગાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ દરવાજા પર લીંબુ અને મરચાં લગાવવાનો ઉલ્લેખ જોવા મળે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બંનેને એકસાથે દરવાજા પર લટકાવવાથી નકારાત્મકતા પ્રવેશતી નથી. આનાથી ઘરમાં સકારાત્મકતાનો અનુભવ થાય છે. વાસ્તુ અનુસાર, ઘરના આંગણામાં લીંબુનું ઝાડ લગાવવું જોઈએ.












Click it and Unblock the Notifications
