પેશાબ કરવા જવાના સંકેત માટે નાની આંગળીથી જ કેમ દેખાડાય છે? આ છે સાચુ કારણ

માણસ તેના કેટલાક કાર્યો કરવા માટે નામ લેવાની જગ્યાએ ઈશારો કરીને જણાવવાનું પસંદ કરે છે. જેવી રીતે બાથરૂમ જવુ. તમને સવાલ થતો હશે કે બાથરૂમ જવા માટે નાની આંગળી દેખાડીને ઈશારો કેમ કરાય છે?

નાની આંગળી ઉંચી કરીને ઈશારો કરતા જ લોકો સમજી જાય છે કે વ્યક્તિ બાથરૂમ જવાની ઈચ્છા રાખે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બાબતને જણાવવા માટે લોકો આ નાની આંગળીનો ઉપયોગ જ કેમ કરે છે?

toilet

અહેવાલો અનુસાર, નાની આંગળી કોઈપણ વસ્તુને પકડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટેરિયો દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, જ્યારે પણ તમે કોઈ વસ્તુને પકડી રાખો છો ત્યારે 33% કામ નાની આંગળી દ્વારા થાય છે. આમાં રિંગ ફિંગરનું કામ 21 ટકા હોય છે.

જો તમે શરીરના ભાગોને જુઓ તો અંગૂઠો તમારા મગજ, પહેલી આંગળી લીવર, મધ્યમ આંગળી હૃદય, રિંગ ફિંગર હોર્મોન્સ અને નાની આંગળી પાચનને દર્શાવે છે.

દરેક સાંકેતિક ભાષામાં કોઈને કોઈ હાવભાવનો કોઈને કોઈ અર્થ હોય છે અને વાતચીત એ સંકેતો દ્વારા જ થાય છે. ઇન્ડોનેશિયામાં નાની આંગળી દર્શાવવી એ કંઈક ખરાબ હોવાનો સંકેત છે. જાપાનમાં આ આંગળીનો અર્થ છોકરી સાથે જોડવામાં આવે છે.

યુકે અને ઓસ્ટ્રેલિયામાં તેનો ઉપયોગ માણસની શક્તિ માટે થાય છે. તેવી જ રીતે ભારતીય સાંકેતિક ભાષામાં નાની આંગળી દ્વારા શૌચાલય અથવા કમોડ વગેરે બતાવવામાં આવે છે, તેથી જ શૌચાલય જવા માટે નાની આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં કોઈને આ આંગળી બતાવવી ખૂબ જ અપમાનજનક માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X