પત્નીએ પ્રેમિકા સાથે કરાવ્યા પતિના લગ્ન, હવે એક જ ઘરમાં રહેશે ત્રણેય, ખૂબ જ રોચક છે લવ સ્ટોરી
અત્યાર સુધી તમે એવી ઘણી ઘટનાઓ જોઈ હશે જ્યાં પત્ની પોતાના પતિની ગર્લફ્રેન્ડ સાથે પકડાય છે ત્યારે પત્ની ગુસ્સે થઈ જાય છે.
નવી દિલ્લીઃ અત્યાર સુધી તમે એવી ઘણી ઘટનાઓ જોઈ હશે જ્યાં પત્ની પોતાના પતિની ગર્લફ્રેન્ડ સાથે પકડાય છે ત્યારે પત્ની ગુસ્સે થઈ જાય છે અને તેના પતિને પારકી સ્ત્રી સાથે જોઈને તેને જાહેરમાં મારપીટ કરે છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાંથી ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. એક મહિલાએ તેના લગ્નનો ત્યાગ કરીને તેના પતિના લગ્ન તેની પૂર્વ પ્રેમિકા સાથે મંદિરમાં કરાવી દીધા.

પત્નીએ પોતાની ઈચ્છાથી કરાવ્યા મંદિરમાં લગ્ન
આ ચોંકાવનારી બાબત તિરુપતિ જિલ્લાના ડક્કાલી મંડલમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં એક મહિલાએ સ્વેચ્છાએ તેના પતિના લગ્ન તેની પૂર્વ પ્રેમિકા રહી ચૂકેલી અન્ય યુવતી સાથે મંદિરમાં કરાવી દીધા. હવે ત્રણેય લોકો એક જ ઘરમાં રહેશે. આ ઘટના સમગ્ર જિલ્લાની સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે કલ્યાણ
મળતી માહિતી મુજબ આ વ્યક્તિનુ નામ કલ્યાણ છે. જે તિરુપતિના ડક્કાલી મંડળના આંબેડકર નગરનો રહેવાસી છે. કલ્યાણ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે YouTube, શેર ચેટ સહિતના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય છે. યુવકે ડિગ્રી પૂરી કર્યા બાદ વીડિયો બનાવવાનુ શરૂ કર્યુ હતુ.

વિમલાને બે વર્ષ પહેલા મળ્યો હતો કલ્યાણ
હવે શરુથી શરૂઆત કરીએ. કલ્યાણ કડપ્પા સોશિયલ મીડિયા દ્વારા વિમલાને મળ્યો હતો. ત્યારપછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને તેઓએ લગ્ન કરી લીધા. કલ્યાણ અને વિમલા બે વર્ષ પહેલા મળ્યા હતા. જો કે, લગ્ન પહેલા કલ્યાણ અન્ય એક છોકરી નિત્યાશ્રી સાથે લૉંગ ડિસ્ટન્સ રિલેશનમાં હતો જે વિશાખાપટ્ટનમની ટિક-ટૉક ઈન્ફ્લુએન્સર છે પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ ગયા હતા.

પછી લાઈફમાં થઈ નિત્યાશ્રીની એન્ટ્રી
હવે જ્યારે કલ્યાણે વિમલા સાથે લગ્ન કર્યા તો લોકોને આકર્ષવા માટે તે બંને એક કપલ તરીકે એક સાથે વીડિયો બનાવે છે, જે પછી તેઓ સોશિયલ મીડિયા પર વધુ લોકપ્રિય બની જાય છે. પરિવાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો, બંને પતિ-પત્ની ખુશીથી જીવી રહ્યા હતા પરંતુ આ દરમિયાન કલ્યાણના જીવનમાં નિત્યાશ્રીની ફરીથી એન્ટ્રી થઈ. બન્યુ એવુ કે નિત્યાશ્રી થોડા દિવસ પહેલા તેના પૂર્વ બૉયફ્રેન્ડને મળવા આવી હતી.

વિમલાને કર્યો લગ્નનો અનુરોધ
જ્યારે નિત્યાને કલ્યાણના લગ્ન વિશે ખબર પડે છે ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ જાય છે અને વિમલાને હાથ જોડીને કલ્યાણ સાથે લગ્ન કરવા વિનંતી કરે છે. એટલુ જ નહિ વિમલાને આ પ્રસ્તાવ માટે સમજાવવાનો પ્રયાસ કરવા માટે તે એ જ ગામમાં રોકાઈ જાય છે. આટલુ જ નહિ તેણે અને કલ્યાણે એક જ છત નીચે ત્રણેયે સાથે રહેવાનો પ્રસ્તાવ પણ મૂક્યો.

મંદિરમાં કરાવ્યા પતિ અને પ્રેમિકાના લગ્ન
પછી લાંબા સમય સુધી વિચાર-વિમર્શ કર્યા પછી વિમલા તેમના પ્રસ્તાવ માટે સંમત થઈ અને તમામ પરંપરાગત વિધિઓ સાથે પોતાના પતિના નિત્યાશ્રી સાથે મંદિરમાં લગ્ન પણ કરાવ્યા. કલ્યાણે બુધવારે ગામડાના મંદિરમાં તેની પ્રથમ પત્નીની હાજરીમાં નિત્યાશ્રી સાથે લગ્ન કર્યા હતા. ત્રણેયે સાથે તસવીરો પણ ખેંચી હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે, લગ્ન માટે કોઈ કાનૂની મંજૂરી લેવામાં આવી નથી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
