નાઈટ ફ્લાઈટમાં એકલી પેસેન્જર તરીકે ઉડી એક યુવતી, ક્રૂ મેમ્બર સાથે લીધી સેલ્ફી

લોઈસાની ફ્લાઈટમાં તેના સિવાય કોઈ બીજુ પેસેન્જર નહોતુ. તેના સિવાય ફ્લાઈટમાં માત્ર અટેન્ડન્ટ અને પાયલટ હતા...

ચાર્ટર્ડ પ્લેનમાં એકલા પ્રવાસ કરવાનું સપનુ તો ઘણાનું હોય છે પરંતુ પૂરુ બહુ ઓછા લોકો કરી શકે છે. વળી, જો તમે કોમર્શિયલ પ્લેનમાં પ્રવાસ કરતા હોવ તો આ સપનુ પૂરુ થવુ લગભગ અસંભવ છે. પરંતુ લોઈસા એરિસ્પે નામની એક યુવતીએ કોમર્શિયલ ફ્લાઈટના ભાવમાં આ સપનુ પૂરુ કર્યુ. વાસ્તવમાં લોઈસા દવાઓથી મનીલા જવા માટે ફિલીપીન્સ એરપોર્ટ પર પીઆર2020 ફ્લાઈટ પકડવા પહોંચી. લોઈસાને ખબર નહોતી કે આ ફ્લાઈટ તેના માટે યાદગાર રહેશે. બન્યુ એવુ કે લોઈસાની ફ્લાઈટમાં તેના સિવાય કોઈ બીજુ પેસેન્જર નહોતુ. તેના સિવાય ફ્લાઈટમાં માત્ર અટેન્ડન્ટ અને પાયલટ હતા. ફ્લાઈટ રાતની હતી અને તેમાં 7 ક્રૂ મેમ્બર હતા.

plane

લોઈસા માટે કરવામાં આવ્યુ અને તેણે પોતાની સાથે ખાલી ફ્લાઈટનો એક ફોટો પણ લીધો. આ ફોટોને લોઈસાએ પોતાના ફેસબુક પર શેર કર્યો. જ્યારે તે મનીલા ઉતરી તો કન્વેયર બેલ્ટ પર પણ માત્ર તેનુ જ લગેજ હતુ. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એકવાર કેરન ગ્રીવ નામની એક મહિલાને આવી જ રીતે એકલા પ્રવાસ કરવાનો મોકો મળ્યો હતો. જો કે આમ તો ફ્લાઈટમાં લોકોના ઉલટા સીધા અને બેકાર અનુભવના સમાચારો આવતા રહે છે પરંતુ આ પ્રકારનો શાનદાર અનુભવ ઓછા યાત્રીઓના નસીબમાં હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X