For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોયફ્રેન્ડની માતાને ખુશ કરવા માટે છોડી 10 લાખની નોકરી, પછી થયું આવુ...

મહિલાએ જણાવ્યું કે, કેવી રીતે તેના બોયફ્રેન્ડની માતા એ હકીકતને સંભાળી શકતી નથી કે, તે હૂટર્સમાં કામ કરે છે. ભલે તે ઈમાનદારીથી જીવન જીવી રહી હતી, પરંતુ તેના બોયફ્રેન્ડની માતાને આ વાત સમજાઈ નહીં.

|
Google Oneindia Gujarati News

લોકો પોતાનો પ્રેમ મેળવવા માટે કોઈપણ હદ સુધી જાઇ શકે છે. આવો જ એક કિસ્સો યુકેમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડની માતાને ખુશ કરવા માટે 10 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 10 લાખ રૂપિયાની નોકરી છોડી દીધી. જો કે, જે બાદ પણ તેના બોયફ્રેન્ડની માતાએ તેને સ્વીકારી ન હતી.

BAILEY HUNTER

બોયફ્રેન્ડની માતાને નહોતું પસંદ આ કામ

અંગ્રેજી અખબારમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર આ ઘટનાનો ઉલ્લેખ બેઈલી હન્ટર નામની મહિલાએ ટિકટોક પર કર્યો હતો. ટિકટોક પર એક વીડિયો શેર કરતી વખતે મહિલાએ જણાવ્યું કે, કેવી રીતે તેના બોયફ્રેન્ડની માતા એ હકીકતને સંભાળી શકતી નથી કે, તે હૂટર્સમાં કામ કરે છે. ભલે તે ઈમાનદારીથી જીવન જીવી રહી હતી, પરંતુ તેના બોયફ્રેન્ડની માતાને આ વાત સમજાઈ નહીં.

બોયફ્રેન્ડને ન હતી કોઈ સમસ્યા

બેઇલીએ કહ્યું કે, તેના બોયફ્રેન્ડને તેની નોકરીમાં કોઈ સમસ્યા નથી. જ્યારે તેણી પ્રથમ વખત તેના માતાપિતાને મળી, ત્યારે તેઓએ સારું વર્તન કર્યું, પરંતુ જ્યારે તેને મહિલાની નોકરી વિશે ખબર પડી તો તેના બોયફ્રેન્ડની માતાનો મૂડ બદલાઈ ગયો. બેઇલીએ જણાવ્યું કે, તેના બોયફ્રેન્ડની માતાને તેની નોકરી પસંદ ન હતી, જોકે તે આ નોકરીમાંથી 10 લાખ રૂપિયા કમાતી હતી.

બોયફ્રેન્ડની માતાની ખુશી માટે નોકરી છોડી

જે બાદ બેઈલીએ તેના બોયફ્રેન્ડની માતાને ખુશ કરવા નોકરી છોડી દીધી. તે પછી તેણે સોશિયલ મીડિયા પર કામ કરવાનું શરૂ કર્યું. જે બાદ પણ તેની માતાએ તેના બોયફ્રેન્ડને કહ્યું કે, તે બેઈલીને પસંદ નથી કરતી અને તેને અપનાવી શકતી નથી. બેઈલીના બોયફ્રેન્ડે શરૂઆતમાં તેની માતાનો વિરોધ કર્યો હતો, પરંતુ તે તેની માતાને ખૂબ પ્રેમ કરે છે અને હાલમાં તેની માતા તેનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. તેથી જ તેનું જીવન હવે તેની માતાના નિયંત્રણમાં છે.

BAILEY HUNTER

લોકો વીડિયો પર આપી રહ્યા છે પ્રતિક્રિયા

બેઈલી માટે આ સૌથી મોટો બોધ હતો કે, તે કોઈ બીજાની ખુશી માટે તેની નોકરી છોડી શકતી નથી. આ વીડિયોને 220 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ટિકટોક યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, તમે એ સંબંધમાં ક્યારેય ખુશ નહીં રહી શકો. તેઓ તમને ક્યારેય સમજી શકશે નહીં.

English summary
woman Left a job of Rs 10 lakh to please boyfriend's mother, then this happened...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X