ફરી ખુલ્યો દુનિયાનો સૌથી ઉંચો ગ્લાસ બ્રિજ, હાઈ હિલ્સને એન્ટ્રી નહીં

ચીનમાં બનેલો દુનિયાનો સૌથી ઉંચો કાંચનો પુલ ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ચીનમાં બનેલા કાંચના આ પુલને સુરક્ષાના કારણોને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી ફરી એકવાર તેને ખુલ્લો મૂકી દેવાની તૈયારી ચાલુ થઇ ગયી છે.

bizarre

30 સપ્ટેમ્બરે આ પુલ ફરી એકવાર લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. પરંતુ આ પુલ પર જવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એટલા માટે જો તમારે આ પુલની મુલાકાત કરવી હોય તો તમારે કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે.

bizarre

પુલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેવા કે હાઈ હિલ્સ સાથે આ પુલ પર તમને એન્ટ્રી નહીં મળી શકે. એટલું જ નહીં પરંતુ તમારે ફોન અને વોલેટ પણ જમા કરાવી દેવું પડશે. પુલ પર ફરતી વખતે તમે રેલિંગને અડી નહીં શકો. પુલ પર ફરવા આવવાવાળા પર્યટકોએ એન્ટ્રી માટે આઈકાર્ડ લઈને જવું પડશે.

bizarre

આપને જણાવી દઈએ કે હોલિવુડ ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરૂનની ફેમસ ફિલ્મ "અવતાર" ના શૂટિંગના સ્થાન પર બનેલા 2 પર્વતને જોડવાવાળા આ પુલની લંબાઈ 430 મીટર છે. તેની જમીનથી ઉંચાઈ 300 મીટર છે. કાંચના 3 લેયરમાં બનેલા આ પુલની આરપાર જોઈ શકાય છે.

bizarre

20 ઓગસ્ટે આ પુલને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ તેને 13 દિવસની અંદર જ બંધ કરી દેવો પડ્યો. ખરેખરમાં આ પુલની ક્ષમતા 800 લોકોની છે. પરંતુ અહીં રોજ લગભગ 10 હજાર લોકો આવવા લાગ્યા. જેને જોઈને કેટલાક સમય માટે આ પુલને બંધ કરી દેવો પડ્યો.

bizarre
bizarre
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X