For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે બજેટમાં મુસાફરી ભાડામાં તોળાતો 10 ટકાનો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જૂન : ભારતીય રેલવેની નબળી સ્થિતિને સુધારવા માટે વર્ષ 2014-15ના રેલવે બજેટમાં મુસાફરી ભાડામાં 10 ટકાનો વધારો થવાની સંભાવના છે. નોંધનીય છે કે નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'અચ્છે દિન' પાછા લાવવાનું વચન આપ્યું છે. આ વચનની પૂર્તિ માટે તેમણે કેટલાક કડક આર્થિક નિર્ણયો માટે તૈયાર રહેવા ભારતની જનતાને જણાવ્યું હતું. રેલવેના મુસાફરી ભાડામાં વધારો આકરા નિર્ણયો પૈકી એક હશે.

કેન્દ્ર સરકાર ભારતીય રેલવેની ખસ્તા હાલતને જોતા તેમાં સુધારો લાવવા માટે આ વર્ષના રેલવે બજેટમાં ભાડામાં વધારો કરવાની સાથે સાથે નવા ટેક્સની જોગવાઇઓ અમલી બનાવવા માટે પણ વિચાર કરી રહી છે. આ બાબતની માહિતી કેન્દ્રીય રેલવે મંત્રી સદાનંદ ગૌડાએ સોમવારે એક નિવેદનમાં આપી હતી.

train-601

સદાનંદ ગૌડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે રેલવે મંત્રાલય રેલવે ભાડાની સમીક્ષા કરશે. જો રેલવેનું ભાડું વધશે તો તેમાં કોઇ આશ્ચર્યની બાબત નહીં હોય. નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગેએ તેમના વચગાળાના રેલવે બજેટમાં મુસાફરી ભાડામાં 10 ટકા અને ફ્રેટ ચાર્જીસમાં 5 ટકા વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તેને અમલી બનાવવામાં આવ્યો ન હતો. હવે રેલવેની હાલત સુધારવા માટે જરૂરી ફંડ અંગે તેઓ નાણા મંત્રી સાથે વાત કરવાના છે.

પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં તોળાતો વધારો
રેલવે ભાડા વધવાની સાથે પેટ્રોલ અને ડીઝલ તથા રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થઇ શકે છે. ખાસ કરીને રાંધણ ગેસ પર આપવામાં આવતી સબસીડિ સરકાર ઉપર ભારે બોજ છે. બીજી તરફ દેશનો ખજાનો ખાલી થઇ રહ્યો છે. આ પહેલા પણ યુપીએ-2 સરકારે સબસીડિ સમાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ વિપક્ષના દબાણને કારણે મનમોહન સરકારે તેના પર અમલ કર્યો ન હતો. હવે નવી સરકાર માટે પણ નાણાકીય ખાધ ઘટાડવા માટે આ દિશમાં વિચાર કરવો જરૂરી બન્યો છે.

English summary
10 percent hike in rail passenger fares likely in Railway Budget 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X