For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ ભારતના આંગણે આવીને ઉભું છે : મોદી

|
Google Oneindia Gujarati News

ઇન્દોર, 9 ઓક્ટોબર : આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી 'મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ'માં બોલતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અંદાજે 100 બિલિયન અમેરિકન ડોલર જેટલું વિદેશી મૂડી ભારતમાં રોકાણ કરવા માટે આપણા બારણે ટકોરા મારી રહી છે. આવા સમયે જે તે રાજ્ય પર નિર્ભર કરે છે કે તે આનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે અને કેવી રીતે રોકાણ પોતાના રાજ્યમાં ખેંચી લાવે છે.

વડાપ્રધાન મોદીએ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમીટમાં જણાવ્યું હતું કે આપણે નાના ઉદ્યોગોનો વિકાસ કરીને દેશનો વિકાસ કરવો છે. કૃષિ માટે એક મોટું બજાર બનાવવાની જરૂર છે. સહયોગનો માર્ગ દેશને નવી દિશા બતાવશે. બધા સીએમ મારી સાથે મળીને કામ કરશે તો તેમના રાજયોનો પણ વિકાસ થશે.

narendra-modi-madhya-pradesh-global-investor-summit-1

નરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા'ના સપનાને સાકાર કરવા પાસે-પાસે નહિ સાથે સાથે રહેવાનું હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી હું વડાપ્રધાન છું ત્યાં સુધી દેશનું મસ્‍તક નમવા નહિ દઉં, દેશના વિકાસ માટે ટીમ ઇન્‍ડિયાનો નારો લગાવવામાં આવશે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશની તાકાત રાજયોના હાથમાં છે. મધ્‍ય પ્રદેશે દેશને નવી દિશા બતાવી છે. રાજયના વિકાસથી દેશ આગળ વધશે. દેશના વિકાસ માટે રાજયનો વિકાસ જરૂરી છે. પીએમ અને સીએમ સાથે મળીને કામ કરશે તો દેશનો વિકાસ થશે. આપણે આપણી ખરીદ શકિતને વધારવી પડશે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હરિયાણા અને મહારાષ્‍ટ્રની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્‍યસ્‍ત હોવા છતાં તેઓ આજે મધ્‍ય પ્રદેશમાં યોજાયેલી ઇન્‍વેસ્‍ટર સમીટમાં હાજર રહ્યા હતાં. આ સમીટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જોવા મળ્‍યા હતા. અહીં નરેન્‍દ્ર મોદીએ રાજયોની કામગીરી, લઘુ ઉદ્યોગો અને સૌના સાથથી થતા વિકાસની વાત જણાવી હતી.

English summary
$100 bn foreign investments knocking at India's doors: Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X