ICICI બેંકના 18 કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા

જો કે આજે આ સ્ટિંગની પ્રતિક્રિયારૂપ આઈસીઆઈસીઆઈ બેન્કે પોતાનાં અઢાર જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ કર્મચારીઓ કોબરા પોસ્ટનાં સ્ટીંગ ઓપરેશનમાં કાળા નાણાંને સફેદ કઈ રીતે કરી શકાય તે બતાવી રહ્યા હતા. આ તરફ એક્સિસ બેન્કે પણ 16 જેટલા આરોપી કર્મચારીઓને બેન્કિંગ કામથી હટાવીને અન્ય કામોમાં લગાવ્યાં છે.
કોબરાપોસ્ટ સ્ટિંગમાં દેશની ત્રણ ખાનગી બેન્કો આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ બેન્ક પર કાળા નાણાંને સફેદ કરવાનો આરોપ છે. ત્રણ બેન્કોએ પણ પોતાની રીતે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.
આરબીઆઈ પણ સ્ટિંગનો વિડીયો જોઈને આ અંગે તપાસ કરી રહ્યું છે. નાણાં વિભાગે પણ આ કેસની તપાસનાં આદેશ આપ્યાં છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તપાસમાં બેન્કોમાં દોષી ઠેરવેલા આરોપીઓ પર છેતરપીંડીનો કેસ દાખલ કરાશે.












Click it and Unblock the Notifications
