1st June : પહેલી જૂનથી બદલાઇ જશે આ નિયમ, કરોડો લોકો પર થશે અસર
1st June : બે દિવસ બાદ નવો મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. જૂન મહિનાની શરૂઆત થવાની સાથે સાથે ઘણા નિયમો બદલાવા જઇ રહ્યા છે. જેમાં બેંક, આઇટીઆર અને એલપીજી સિલિન્ડર સહિતની સેવાઓ સાથે જોડાયેલા નિયમોનો સમાવેશ થાય છે. જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર થશે.
આ સિવાય દેશના કરોડો EPFO ખાતાધારકો માટે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અહેવાલમાં જણીશું કે, પહેલી જૂનથી કયા નિયમો બદલાવા જઇ રહ્યા છે.

EPFOના નિયમોમાં થશે ફેરફાર - 1 જૂનથી EPFOના નિયમોમાં ફેરફાર થશે. નિયમો અનુસાર, તમામ ખાતાધારકોએ તેમના પીએફ ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે 1 જૂન સુધી તમારા આધારને PF સાથે લિંક નથી કરાવ્યું, તો તમારે ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. આ અંગે EPFO દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ITRની વેબસાઇટમાં થશે ફેરફાર - ITR ફાઇલ કરનારાઓ માટે મોટા સમાચાર છે. નવી ITR વેબસાઇટ 7 જૂનથી શરૂ થશે. એટલે કે, તમે 1 થી 6 જૂન સુધી આ વેબસાઇટનો ઉપયોગ કરી શકશો નહીં. તમારે નવી વેબસાઇટ www.incometaxgov.in ની મુલાકાત લેવી પડશે અને તમે તેનો 6 દિવસ સુધી ઉપયોગ કરી શકતા નથી. આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ સેવા કામ કરશે નહીં.
બેંક ઓફ બરોડા ચેક પેમેન્ટની પદ્ધતિ બદલશે - બેંક ઓફ બરોડા પણ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં ખાતું છે, તો 1લી તારીખથી બેંક ચેક પેમેન્ટની પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક ઓફ બરોડાનું કહેવું છે કે જો કોઈ ગ્રાહકે 2 લાખ રૂપિયાનો ચેક ઈશ્યૂ કર્યો હોય તો ગ્રાહકે પહેલા તેના ચેકની વિગતોની પુષ્ટિ કરવી પડશે.
સ્મોલ સેવિંગ્સ સ્કીમના દરમાં થશે ફેરફાર - આ સિવાય સરકાર સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોમાં પણ ફેરફાર કરી શકે છે. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં વ્યાજ દરોની સમીક્ષા કરે છે. 30 જૂનથી નવા વ્યાજ દરો ફરીથી લાગુ કરવામાં આવશે.
ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો - સરકારી તેલ કંપનીઓ દ્વારા દર મહિને ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. IOCL સહિતની ઓઈલ કંપનીઓ 1લીએ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો અથવા ઘટાડો કરે છે. હાલમાં દેશના ઘણા શહેરોમાં ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી વધુ છે.












Click it and Unblock the Notifications
