LIC પોલિસીમાં PAN નંબર નહીં આપો તો 20 ટકા રકમ કપાઇ જશે
નવી દિલ્હી, 21 નવેમ્બર : લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)ની સિંગલ પ્રિમિયમ પોલિસીમાં કાળું નાણું ન રોકાય અને પોલિસીમાં રોકાણના હિસાબો આવકવેરા ખાતાને મળે તે માટે સરકારે LIC પોલિસીમાં પાન નંબર ફરજિયાત બનાવ્યો છે. આ કારણે પાન નંબર નહીં આપનારાની પોલિસીની પાકતી રકમમાંથી 20 ટકા રકમ કાપી લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં LICના રોકાણોના હિસાબ રાખવા માટે સરકારે બજેટમાં જાહેરાત થયા પ્રમાણે સરકારે 2 ટકા ટીડીએસ કપાત કરવાનું શરૂ કરી દીધું છે. હાલ સુધી LIC પોલિસીની પાકતી રકમ પર ટેક્સ ડિડક્ટ કરાતો નહતો. આ ફેરફારથી સિંગલ પ્રિમિયમ પોલિસી ધારકોને અસર પહોંચશે. જે પોલિસીમાં પોલિસીની પાકતી રકમની 20 ટકા રકમ વ્યક્તિ વાર્ષિક પ્રિમિયમ તરીકે ચૂકવતી હોય તે તમામ પોલિસીની પાકતી રકમ પર સરકારે 2 ટકા ટીડીએસ કપાત કરવાનું નક્કી કર્યું છે.

આ બાબતને ઉદાહરણને આઘારે સમજીએ. દાખલા તરીકે, કોઈ વ્યક્તિએ રૂપિયા 5 લાખની પોલિસી લીધી છે. તે વાર્ષિક પ્રિમિયમ રૂપિયા 1 લાખ કરતા વદારે ભરે છે. તો તેની પોલિસીની પાકતી રકમ પર 2 ટકા ટીડીએસ વસૂલાશે.
એલઆઈસીની રકમ જો પોલિસીધારક હયાત હોય ત્યારે પાકે તો તેના પર ટીડીએસ ડિડક્ટ થશે. મૃત્યુ પછી પોલિસી પાકતી હશે તો આ રકમ કપાત કરવામાં આવશે નહીં. પોલિસીની રકમ રૂપિયા 1 લાખ કરતા ઓછી હશે તો તેના પર ટીડીએસ ડિડક્ટ થશે નહીં પરંતુ જો રૂપિયા 50 હજારની બે પોલિસી હશે તો તેની કુલ રકમ રૂપિયા 1 લાખ થતી હોવાથી તેના પર ટીડીએસ કપાત કરવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
