2000 Note Exchange:2000 રૂપિયાની નોટ અંગે RBIએ આપી મોટી અપડેટ

2000 Note Exchange: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2000 રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે, બેંકમાં વાર્ષિક જવાબદારી સાથે જોડાયેલા કારણ 2000 રૂપિયાની નોટો બેંકમાં જમા કે બદલવાની સુવિધા 1 એપ્રિલ, 2024ના રોજ ઉપલબ્ધ રહેશે નહીં.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુરુવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંગળવારે કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં આ સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવશે.

2000 Note Exchange

આરબીઆઈએ જણાવ્યું હતું કે, ખાતાઓને વાર્ષિક બંધ કરવા સંબંધિત કાર્યને કારણે, સોમવાર, એપ્રિલ 1, 2024 ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની બેંક નોટ એક્સચેન્જ/ડિપોઝીટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, 29 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ સમયના અંત સુધીમાં, 2000 રૂપિયાની લગભગ 97.62 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે, અને માત્ર 8,470 કરોડ રૂપિયાની નોટો હજૂ પણ લોકો પાસે છે.

અત્રે નોંધનીય બાબત છે કે, 19 મે, 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની બેંક નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. આ નોટોને બેંકોમાં જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો સાથે બદલવા માટે કહેવામાં આવ્યું હતું. RBI સમગ્ર દેશમાં તેની 19 ઓફિસોમાં રૂપિયા 2,000ની નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા આપવાનું ચાલુ રાખે છે.

આ સાથે આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે, રૂપિયા 2,000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. એટલે કે, તે લીગલ ટેન્ડર રહેશે. નવેમ્બર 2016માં રૂપિયા 500 અને રૂપિયા 1,000 ના મૂલ્યની નોટો બંધ થયા બાદ આરબીઆઇએ રૂપિયા 2,000ની કિંમતની નોટો જાહેર કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X