1 ઓક્ટોબરથી ઓનલાઇન જુગાર પર લાગશે 28 ટકા GST
GST News : જીએસટી પરિષદ (GST Council) તરફથી ઓનલાઇન ગેમિંગ, કેસિનો અને ઘોડાની રેસ પર 28 ટકા જીએસટી લગાવવાના નિર્ણય માટે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર (indirect tax) અને કસ્ટમ બોર્ડ તૈયાર છે. CBICના અધ્યક્ષ સંજય અગ્રવાલ દ્વારા આજ રોજ આ અગે જાણકારી આપવામાં આવી છે.
મીડિયા સાથે વાત કરતા સીબીઆઈસીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, અમે તેને 1 ઓક્ટોબરથી લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. GST કાઉન્સિલની છેલ્લી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સંબંધિત સૂચનાઓ પ્રક્રિયા હેઠળ છે.

તમામ રાજ્યોએ 30 સપ્ટેમ્બર સુધીમાં વટહુકમ બહાર પાડવાનો રહેશે - GST કાયદામાં તાજેતરમાં સુધારો લોકસભામાં પસાર થયા બાદ હવે તમામ રાજ્યોની સહમતિ લેવી જરૂરી છે. CBIC ચીફે જણાવ્યું હતું કે, આ કાયદો તમામ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરવો પડશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં વટહુકમ બહાર પાડવો પડશે.
28 ટકા GST લાગશે - ઓનલાઈન ગેમિંગમાં મૂકવામાં આવેલા બેટ્સ, કેસિનોમાં ખરીદેલી ચિપ્સની ફેસ વેલ્યુ અને હોર્સ રેસિંગમાં બુકીઓ/ટોટાલાઈઝર સાથે મૂકવામાં આવેલા બેટ્સ પર 28 ટકા GST લાગુ થશે. ઘણી ઓનલાઈન ગેમિંગ કંપનીઓને વર્તમાન 18 ટકાના બદલે 28 ટકા જીએસટી ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી છે.
ધ્વનિ મત દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો - 11 ઓગસ્ટના રોજ લોકસભાએ GSTના બે કાયદાઓમાં અવાજ મત દ્વારા સુધારા પસાર કર્યા હતા. આ સુધારાઓ ઈન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2023 અને સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એમેન્ડમેન્ટ) બીલ, 2023 સાથે સંબંધિત છે, જેનો હેતુ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ માટે 28 ટકા GST દાખલ કરવાનો છે.
જીએસટીની 51મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો - GST કાઉન્સિલની 2 ઓગસ્ટના રોજ મળેલી 51મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ વિરોધ નોંધાવ્યો - અત્રે નોંધનીય બાબાત છે કે, ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લગાવવાના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો અને સરકારને આ મુદ્દે બે વાર વિચારવાનું કહ્યું હતું.
પુનર્વિચાર કર્યા બાદ સરકારે જાહેરાત કરી હતી કે, 28 ટકા GST નો નિર્ણય ચાલુ રહેશે, અને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
