જુલાઈમાં GST કલેક્શનમાં 28 ટકાનો વધારો, બીજા ક્રમનું સૌથી વધુ
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં નાણા મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુલાઈમાં GST કલેક્શન 28 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
નવી દિલ્હી, 01 ઓગસ્ટ : સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં નાણા મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુલાઈમાં GST કલેક્શન 28 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન રૂપિયા 148,995 કરોડ નોંધાયું હતું, જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 28 ટકા વધુ છે. 2017માં GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ આવક છે.
આ અંગે માહિતી આપતા, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, જુલાઈ 2022ના મહિનામાં GSTની કુલ આવક 1,48,995 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન મહિનાની આવક કરતાં 28 ટકા વધુ GST કલેક્શન છે અને બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન છે.

CGST - 25,751 કરોડ, SGST - 32,807 કરોડ, IGST - 79,518 કરોડ
નાણા મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, એકંદરે CGST રૂપિયા 25,751 કરોડ, SGST રૂપિયા 32,807 કરોડ, IGST રૂપિયા 79,518 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા રૂપિયા 41,420 કરોડ સહિત) અને સેસ રૂપિયા 10,920 કરોડ છે (જેમાં રૂપિયા 995 કરોડની આયાત પર એકત્ર કરવામાં આવે છે.
જૂન 2022માં કુલ GST કલેક્શન 1.44 લાખ કરોડ રૂપિયા હતું. સતત પાંચ મહિના માટે માસિક GST આવક રૂપિયા 1.4 લાખ કરોડથી વધુ રહી છે, જે દર મહિને સતત વૃદ્ધિ દર્શાવે છે.
|
ગૃહની કાર્યવાહી ખોરવાઈ
નોંધપાત્ર વાત એ છે કે, એપ્રીલ મહિનામાં પહેલીવાર GST રેવન્યુ કલેક્શન રૂપિયા 1.5 લાખ કરોડના આંકને વટાવીને રૂપિયા 1.68 લાખ કરોડ થયું છે.
અહીં સંસદના ચોમાસુ સત્રના 15માં દિવસે અગાઉના ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.

GST સહિત અનેક મુદ્દાઓ પર સતત ચર્ચાની માગ
વિપક્ષી પાર્ટી ગૃહમાં મોંઘવારી, GST સહિત અનેક મુદ્દાઓ પર સતત ચર્ચાની માગ કરી રહી છે. GSTના દર અને જીવનજરૂરીચીજવસ્તુઓ પર તાજેતરમાં લાદવામાં આવેલા ભાવમાં વધારાના મુદ્દે વિપક્ષ આક્રમક બની રહ્યો છે. આવી સ્થિતિમાં છેલ્લા બે સપ્તાહથીસંસદનું કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
