2જી માટે પૂર્વ IASએ 35000 કરોડની પ્રવેશ ફીની ભલામણ કરી હતી

પૂર્વ કેબિનેટ સચિવ કે એમ ચંદ્રશેખરે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)માં ગવાહી આપતા કહ્યું કે સરકારની આવક વધારવા માટે વર્ષ 2007માં વડાપ્રધાન મનમોહન સિંહને મોકલવામાં આવેલા એક સંદેશામાં તેમણે વધારે રકમની ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર જૂન 2007થી જુલાઇ 2011 સુધી કેબિનેટ સચિવ રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ પી સી ચાકોની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને નવેમ્બર 2007માં મનમોહનસિંહના કહેવાથી તેમને પત્ર મોકલી આપ્યો હતો. જેપીસીની બેઠક બાદ ચાકોએ આ અંગેની માહિતી આપી હતી.












Click it and Unblock the Notifications
