For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2013: સ્વાસ્થ્ય મંત્રાલયને 37 હજાર કરોડ

|
Google Oneindia Gujarati News

health
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ નાણામંત્રી પી ચિદમબરમ કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ લોકસભામાં રજૂ કરી રહ્યાં છે. જનતાને આ સામાન્ય બજેટથી ઘણી અપેક્ષા છે. લોકસભામાં પોતાનો બજેટનો પિટારો ખોલતા ચિદમબરમે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ મિશન માટે ચિંદમબરમે 37 હજાર કરોડની ફાળવણી કરી છે. ચિદમબરમે કહ્યું છે કે આ મિશન ગામડાં અને શહેરો બન્ને માટે હશે. ચિદમબરમે પોતાના ભાષણમાં કહ્યું કે આયુર્વેદ અને યૂનાનીને વધારવા માટે 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવે છે.

એમ્સમાં 1650 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. માનવ સંસાધન મંત્રાલય માટે 8 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. ચિંદમબરમે પોતાના ભાષણની શરૂઆતમાં તમામ રાજકીય પક્ષો અને સંબદ્ધ પક્ષોને દેશની અર્થવ્યવસ્થાને હાલના સંકટમાંથી બહાર કાઢવામાં સહયોગ કરવા અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે, ગત વર્ષોમાં આર્થિક વિકાસનો દર આઠ થી નવ ટકા રહેતું હતું, જેને ફરીથી હાંસલ કરવું એ મુખ્ય પડકાર સમાન છે. નોંધનીય છે કે ચિદમબરમ દેશ માટે આઠમીવાર સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે પહેલાં કર્યું છે અને અમે આવું ફરીથી કરી શકીએ છીએ. અંતિમ પરિણામ જે પણ હોય, વિકાસ આશાઓથી ઓછો છે, પરંતુ તેને લઇને નિરશ થવાની જરૂર નથી.

English summary
37,000 crore for the National Rural Health Mission in Union Budget 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X