For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 બેંકો જ્યાં FD તોડાવવા પર પેનલ્ટી લાગતી નથી

|
Google Oneindia Gujarati News

ભારતમાં મોટા ભાગની બેંકો પાકતી મુદત કરતા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વહેલી તોડવામાં આવે તો 1 ટકા જેવી પેનલ્ટી લગાવતી હોય છે. જો કે કેટલીક ગણી ગાંઠી બેંકો વહેલી એફડી ઉપાડી લેવા છતાં એક ટકાની પેનલ્ટી લગાવતી નથી. રોકાણકારોએ પોતાના રોકાણને એફડી તરીકે મુકતા પહેલા આવી બેંકોની તપાસ કરવી જોઇએ. જેના કારણે વહેલી એફડી ઉપાડી લેતા એક ટકાની પેનલ્ટી ભરવી ના પડે.

IDBI બેંક

IDBI બેંક


IDBI બેંકની ફ્રીડમ ડિપોઝિટ પર વહેલા ઉપાડ છતાં કોઇ પણ પેનલ્ટી લેવામાં આવતી નથી. આ બેંકમાં 15 દિવસથી લઇને 20 વર્ષ સુધી એફડી મુકી શકાય છે. તેના પર 9.3 ટકાથી 9.8 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

યસ બેંક

યસ બેંક


યસ બેંક દેશની અગ્રણી ખાનગી બેંક છે. તે પ્રિમેચ્યોર એફડી પર પેનલ્ટી લેતી નથી. તેમાં 9.10 ટકા વ્યાજ અને સિનિયર સિટિઝન માટે 9.60 ટકા વ્યાજ આપવામાં આવે છે.

ING Vyasa બેંક

ING Vyasa બેંક


INGની એફડી પ્લસ સ્કીમમાં મુદત કરતા વહેલી એફડી ઉપાડતા પેનલ્ટી લાગતી નથી. વળી તેમાં 9.25 ટકા જેવો ઊંચો વ્યાજદર પણ મળે છે.

એક્સિસ બેંક

એક્સિસ બેંક


એક્સિસ બેંકમાં NRE ડિપોઝિટ પર પ્રિ મેચ્યોર વિડ્રોઅલ પર પેનલ્ટી લાગતી નથી. જો કે તેના ઘરેલુ એફડી પર 1 ટકા પેનલ્ટી લાગે છે.

English summary
4 bank fixed deposits where there is no penalty on breaking the deposit before maturity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X