For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 4 FDઓ નિવૃત્તો માટે માસિક આવક મેળવવા છે બેસ્ટ

|
Google Oneindia Gujarati News

કોઇ પણ વ્યક્તિ ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરતા પહેલા શોધખોળ કરતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમાં તેમના નાણા સુરક્ષિત રહે. કારણ કે કંપનીઓની ફિક્સ ડિપોઝિટ સુરક્ષિત ગણવામાં આવતી નથી. તેની સરખામણીમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં મુકેલી ફિક્સ્ડ ડિપોઝિટ વધારે સુરક્ષિત છે.

આથી અમે અહીં ખાનગી કંપનીઓની એવી ચાર ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી - FD)ની વાત કરી રહ્યા છીએ જેમાં નિવૃત્ત વ્યક્તિના નાણાની સુરક્ષા સાથે તેમને નિયમિત માસિક આવક પણ મળી રહે...

બજાજ ફિનસર્વ

બજાજ ફિનસર્વ


બજાજ ફિનસર્વમાં 15 મહિનાની એફડી પર નિવૃત્તો એટલે કે સિનિયર સિટિઝનને 9.55 ટકા જેટલું વ્યાજ આપવામાં આવે છે. જ્યારે સામાન્ય વ્યક્તિને 9.30 ટકા જેટલું વ્યાજ મળે છે. તેની એફડીનું એકાઉન્ટ ઓનલાઇન મેનેજ કરી શકાય છે.

HDFC મંથલી ઇન્કમ પ્લાન

HDFC મંથલી ઇન્કમ પ્લાન


HDFC મંથલી ઇન્કમ પ્લાન પર સિનિયર સિટિઝનને 9.40 ટકા વ્યાજ આપે છે. તે ઊંચી સુરક્ષા પ્રદાન કરે છે.

DHFL આશ્રય ડિપોઝિટ પ્લસ

DHFL આશ્રય ડિપોઝિટ પ્લસ


DHFL આશ્રય ડિપોઝિટ પ્લસમાં સિનિયર સિટિઝન માટે 12થી 120 મહિના માટે 10.51 ટકા વ્યાજ આપવામાં આવે છે. તેને ત્રિપલ એ રેટિંગ મળ્યું છે.

બેંક ડિપોઝિટ

બેંક ડિપોઝિટ


કોઇ પણ બેંકમાં એફડી કરાવતા પહેલા તેના લેટેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ્સની વિગતો મેળવી લેવી જોઇએ. આ ઉપરાંત તેઓ માસિક વ્યાજની સુવિધા ઉપલબ્ધ કરાવે છે કે નહીં તેની પણ તપાસ કરવી જોઇએ.

English summary
4 fixed deposits with monthly interest income that retired individuals could invest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X