મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરવાના 4 કારણો
મોટા ભાગના રોકાણકારો જેઓ રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા હોય કે જેમણે રોકાણ કરવાની શરૂઆત કરી છે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ટાળતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ એવી કંપની છે જે રોકાણકારો પાસેથી નાણા ઉઘરાવે છે અને તે નાણાનું રોકાણ સ્ટોક્સ, બોન્ડ્સ, શોર્ટ ટર્મ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને વિવિધ પ્રકારની એસેટ્સમાં કરે છે. આ તમામ રોકાણ રોકાણકારની જોખમ લેવાની ક્ષમતાને આધારે કરવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોએ એક બાબત મગજમાં ખાસ ઘર કરી દેવાની છે કે કોઇ પણ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો તો પણ નાનાથી મોટું જોખમ તો રહેવાનું જ છે. આ જોખમને કોઇપણ રીતે ટાળી શકાય તેમ નથી.
મોટા ભાગના લોકો કયા કારણોથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ટાળે છે તે અમે અહીં આપને જણાવી રહ્યા છીએ...

1. અજ્ઞાનતા અથવા પ્રતિકૂળતા
નવા રોકાણકારો આ ક્ષેત્રમાં રહેલી ગૂંચવણ અને અજ્ઞાનતાને કારણે તેમાં રોકાણ કરવાનું ટાળે છે. આવા રોકાણકારો પારંપરિક રોકાણ સાધનો અને પદ્ધતિઓ જેવી કે બેંક ડિપોઝિટ્સ, ઇન્શ્યોરન્સ વગેરેમાં રોકાણ કરે છે.

2. રોકાણ પ્રક્રિયાની ગૂંચવણો
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો તેમાં રોકાણની લાંબી અને અટપટી પ્રક્રિયા તથા તેના માટે આપવા પડતા અનેક દસ્તાવેજોને કારણે અકળાય છે અને રોકાણ કરવાનું ટાળે છે. આ કારણે સામાન્ય વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું અત્યંત મુશ્કેલ ગણે છે.

3. મ્યુચ્યુઅલ ફંડ પર માર્કેટની અસર
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માર્કેટના જોખમને ધ્યાનમાં રાખીને કરવું જોઇએ. કારણ કે મ્યુચ્યુઅલ ફંડની માર્કેટ પર મોટી અસર પડે છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ રોકાણકારને સ્પષ્ટ ખ્યાલ હોતો નથી કે તેમના નાણા કઇ કઇ પ્રકારની સિક્યુરિટીમાં રોકવામાં આવ્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ ડેબ્ટમાં પણ રોકાણ કરે છે, જેને માર્કેટ સાથે કોઇ લેવા દેવા નથી.

4. મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ
મ્યુચ્યુઅલ ફંડ વિશે ખાસ માહિતી નહીં ધરાવતા ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે મિત્રો કે કુટુંબના સભ્યોની સલાહ લેતા હોય છે. જો તે મ્યુચ્યુઅલ ફંડ ખરાબ પરફોર્મ કરે તો તેમાંથી નાણા પાછા ઉપાડી લેતા હોય છે. વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સમયે તેમાં કેવી સ્થિતિઓ કેવા કારણોથી આવી શકે તે સમજવું જોઇએ અને તરત પૈસા પાછા ખેંચી લેવા ના જોઇએ.












Click it and Unblock the Notifications
