For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 42મી GST કાઉન્સિલની બેઠક મળશે, નીતિન પટેલ પણ હાજર રહેશે

આજે 42મી GST કાઉન્સિલની બેઠક મળશે, નીતિન પટેલ પણ હાજર રહેશે

|
Google Oneindia Gujarati News

GST Counsil Meet । આજે એટલે કે 5 ઑક્ટોબરે જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે. બિન ભાજપ શાસિત રાજ્ય હજી પણ વળતરના મુદ્દા પર કેન્દ્ર સાથે અસહમત છે. ભાજપ શાસિત રાજ્યો સહિત કુલ 21 રાજ્યોએ જીએસટી વળતર (GST Compensation) ના મુદ્દે કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. આ રાજ્યો પાસે ચાલૂ નાણાકીય વર્ષમાં જીએસટી રેવન્યૂમાં પણ ઘટાડાની ભરપાઈ માટે 97 હજાર કરોડ રૂપિયાનું ઉધાર લેવાનો વિકલ્પ પસંદ કરવાનો સપ્ટેમ્બર મહિનાના મધ્ય સુધીનો સમય હતો. જો કે પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ જેવા વિપક્ષી દળોના રાજ્યોએ કેન્દ્ર સરકારના લોન ઉપાડવાના આપેલ વિકલ્પને હજી સુધી પસંદ નથી કર્યો.

જણાવી દઈએ કે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીએસટી કાઉન્સિલની 42મી બેઠક મળનાર છે. જેમાં વિવિધ રાજ્યોના નાણામંત્રી અને મુખ્યમંત્રીઓ હાજર રહી શકે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠકમાં ભાગ લેશે.

વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

સૂત્રોનું કહેવું છે કે 5 ઓક્ટોબરે મળનાર જીએસટી કાઉન્સિલની 42મી બેઠકમાં વિપક્ષી દળ કેન્દ્રના વિકલ્પનો વિરોધ કરી શકે છે. આ રાજ્યો જીએસટી વળતર માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી શકે છે. આ રાજ્યોનું માનવું છે કે રાજસ્વમાં ઘટાડાની ક્ષતિપૂર્તિ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યોને જીએસટીથી મળતા રાજસ્વમાં 2.35 લાખ કરોડ રૂપિયાની કમી આવી શકે છે.

ઓગસ્ટમાં બે ઓપ્શન આપ્યા હતા

ઓગસ્ટમાં બે ઓપ્શન આપ્યા હતા

કેન્દ્ર સરકારની ગણતરીના હિસાબે તેમાં માત્ર 97 હજાર કરોડ રૂપિયાની કમી માટે જીએસટીનું ક્રિયાન્વયન જવાબદાર છે, જ્યારે માત્ર 1.38 લાખ કરોડ રૂપિયાની કમી કોવિડ 19ના કારણે છે. કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં રાજ્યોને બે ઓપ્શન આપ્યા હતા. જે અંતર્ગત રાજ્ય અથવા તો રિઝર્વ બેંક તરફતી આપવામાં આવેલ વિશેષ સુવિધાથી 97 હજાર કરોડ રૂપિયાની લોન ઉઠાવી શકે છે અથવા તો બજારથી 2.35 લાખ કરોડ રૂપિયાનું ઉધાર લઈ શકે છે. બિન ભાજપ શાસિત રાજ્ય જીએસટી રેવન્યૂને લઈ કેન્દ્ર સરકાર સાથે આમને સામને થઈ ગયા છે.

આ રાજ્યો વિરોધ કરી રહ્યાં છે

આ રાજ્યો વિરોધ કરી રહ્યાં છે

આવાં છ રાજ્યો છે જેમાં પશ્ચિમ બંગાળ, કેરળ, દિલ્હી, તેલંગાણા, છત્તીસગઢ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારના રજૂ વિકલ્પનો વિરોધ કરતાં પત્ર લખ્યો છે. આ રાજ્યો ઈચ્છે છે કે જીએસટી રેવન્યૂમાં કમીની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર લોન લે. જણાવી દઈએ કે ઓગસ્ટ 2019તી સેસની કમીમાં ગિરાવટ આવ્યા બાદથી રાજ્યોને વળતર ચૂકવવામાં સમસ્યા થઈ રહી છે.

જો ગરબાને મંજૂરી આપી દેવામાં આવી તો કોરોના વાયરસ તબાહી મચાવી શકેજો ગરબાને મંજૂરી આપી દેવામાં આવી તો કોરોના વાયરસ તબાહી મચાવી શકે

English summary
42nd GST Council meeting to be held today, Nitin Patel will also be present
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X