For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 બ્રોકિંગ ફર્મ જે ભારતમાં ઓફર કરે છે ફ્રી ડિમેટ કે ટ્રેડિંગ એકાઉન્ટ

|
Google Oneindia Gujarati News

તાજતરના સમયની વાત કરવામાં આવે તો સ્ટોક બ્રોકિંગ સૌથી વધારે સ્પર્ધાત્મક બિઝનેસ બની ચૂક્યો છે. આ દિવસોમાં બ્રોકિંગ ફર્મ્સના કર્મચારીઓ આપને ટ્રેડિંગ કે ડીમેટ એકાઉન્ટ ખોલાવી આપવા માટે ઘણીવાર ફોન કરતા હોય છે. આ બાબત આપના ધ્યાનમાં જ હશે. અહીં અમે આપને એવી બ્રોકિંગ કંપનીઓ વિશે જણાવી રહ્યા છે જે ભારતમાં ફ્રી ડીમેટ કે ફ્રી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી આપે છે. નોંધનીય છે કે ભારતમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ કે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

શેરખાન

શેરખાન


શેરખાન આપને ઓનલાઇન ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીમાં ખોલી આપે છે. આપ આપની અનુકૂળતા અનુસાર ટ્રેડિંગ પ્લાન લઇ શકો છો. આ માટે આપે માત્ર એએમસી ચૂકવવાનો રહેશે, જે ચૂકવવા પડતા બ્રોકરેજ સામે સરભર કરવામાં આવશે. આ કારણે એક રીતે આપનો બ્રોકરેજ ચાર્જ બચી જશે. આ ઉપરાંત કંપની ગ્રાહકોની જરૂરિયાત અનુસાર રિસર્ચ રિપોર્ટ્સ અને કસ્ટમર સર્વિસ પૂરી પાડે છે.

SMC

SMC


SMC આપને ફ્રી ડિમેટ એકાઉન્ટ ખોલી આપવા ઉપરાંત આપના બેંક એકાઉન્ટને તેની સાથે ઇન્ટિગ્રેટ કરશે. જેના કારણે નાણા મેળવવા સરળ થાય છે. તેમાં 24 કલાકની બેક ઓફિસ મદદ મળે છે.

સુશીલ ફાઇનાન્સ

સુશીલ ફાઇનાન્સ


સુશીલ ફાઇનાન્સ દ્વારા ફ્રી ડીમેટ એકાઉન્ટ ખોલી આપવા ઉપરાંત રિસર્ચ ફેસિલિટી અને બેક ઓફિસ મદદ આપે છે. તે થ્રી ઇન વન ઓર્ડર સ્ક્રીન પણ પૂરી પાડે છે જેથી બીએસઇ, એનએસઇમાં ખરીદ વેચાણ સરળ બને.

IIFL

IIFL


IIFL ફ્રી ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલી આપે છે. આ ઉપરાંત એકાઉન્ટ ખોલવા સમયે લેવામાં આવેલી ફી 90 દિવસમાં પરત કરવામાં આવે છે.

એન્જલ બ્રોકિંગ

એન્જલ બ્રોકિંગ


એન્જલ બ્રોકિંગ પણ દેશની અગ્રણી બ્રોકિંગ ફર્મ છે. તે ફ્રી ડીમેટ એકાઉન્ટ ખોલી આપે છે. તેના દરો પણ ખૂબ ઓછા છે.

English summary
5 broking firms that offer free demat and or free trading account in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X