Forbesની મોસ્ટ ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં ભારતની 5 કંપનીઓને સ્થાન
નવી દિલ્હી, 21 ઓગસ્ટ : ફોર્બ્સ (Forbes) મેગેઝિન દ્વારા રજૂ કરવામાં આવેલી દુનિયાની 100 મોસ્ટ ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં ભારતની પાંચ કંપનીઓ સ્થાન પામી છે. 'જનરેટ બિગ, ન્યુ ગ્રોથ આઇડિયાઝ'ની થીમ અંતર્ગત હિન્દુસ્તાન યુનિલીવર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવી ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં સફળ રહી છે.
દર વર્ષે બહાર પાડવામાં આવતી 'વર્લ્ડ મોસ્ટ ઇનોવેટિવ કંપનીસ'ની યાદી બુધવારે બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં કેલિફોર્નિયા સ્થિત ગ્લોબલ ક્લાઉડ કોમ્પ્યુટિંગ કંપની સેલ્સફોર્સ સતત ચોથા વર્ષે ટોપ રહી હતી.
ફોર્બ્સે દરેક કંપનીને ઇનોવેશન પ્રિમિયમને આધારે ક્રમ આપ્યો છે. ઇનોવેશન પ્રિમિયમ દરેક કંપનીને તેના નવીન પગલાં, નવા ઉત્પાદનો, સેવાઓ અને માર્કેટમાં તેની સ્થિતિને આધારે રોકાણકારો તેના શેરની મૂળ કિંમત કરતા કેટલા ટકા વધારે કિંમત ચૂકવવા તૈયાર થાય છે તેના આધારે ગણવામાં આવે છે.
આવો જાણીએ કઇ ભારતીય કંપની કયા સ્થાને રહી...

હિન્દુસ્તાન યુનિલિવર - 14
ઇનોવેશન પ્રિમિયમ 54.7 ટકા

ટીસીએસ - 57
ઇનોવેશન પ્રિમિયમ 39.58 ટકા

લાર્સન એન્ડ ટર્બો - 58
ઇનોવેશન પ્રિમિયમ 39.4 ટકા

સન ફાર્મા - 65
ઇનોવેશન પ્રિમિયમ 38.34 ટકા

બજાજ ઓટો - 96
ઇનોવેશન પ્રિમિયમ 31.73 ટકા

સેલફોર્સ - 1
ઇનોવેશન પ્રિમિયમ 75.9 ટકા