આ 5 કારણોથી કિસાન વિકાસ પત્ર કરતાં બેંક ડિપોઝિટ સારી
તાજેતરના સમયમાં નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ બહાર આવતા સરકારે બંધ કરેલી કિસાન વિકાસ પત્ર યોજના ફરીથી શરૂ કરી છે. આ કારણે વધારે લોકો તેમાં આકર્ષાય તેવા હેતુથી તેમાં છૂટ પણ જાહેર કરવામાં આવી છે.
જો કોઇ વ્યક્તિ ફિક્સ ઇન્ટરેસ્ટ વળતર માટે રોકાણનું સાધન શોધી રહી હોય તો વ્યક્તિ તેમાં વ્યાજનો દર, લિક્વિડિટી અને ટેક્સ બચતની ક્ષમતા પણ ચકાસે છે. જો આ ત્રણે મહત્વના મુદ્દાઓ પર કોઇ રોકાણ સાધન લાભ ના આપતું હોય તો કઇ વ્યક્તિ તેમાં રોકાણ કરવા ઇચ્છે? આ કારણે જ લોકોને માટે કિસાન વિકાસ પત્ર આકર્ષક રોકાણ સાધન નથી. અમે આપને માટે કેટલીક સરળ રજૂઆત દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે શા માટે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા કરતાં બેંક ડિપોઝિટમાં રોકાણ કરવું વધારે સારું છે...

1. બેંકની સરખામણીમાં ઓછું વ્યાજ
નવા કિસાન વિકાસ પત્રની પાકતી મુદ્દત 8 વર્ષ અને 4 મહિના રાખવામાં આવી છે. આ સમયગાળામાં તેમાં મૂકેલી રકમ બમણી થઇ જાય છે. આ કારણે આપણને સરેરાશ વાર્ષિક 8.86 ટકા વ્યાજ મળે છે. જ્યારે બેંકમાં સહેજ વધારે 8.9 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનને 0.50 ટકા વ્યાજ મળે છે. બેંક દર ક્વાર્ટરમાં વ્યાજ ગણતા હોવાથી વધારે સારું રિટર્ન મળે છે.

2. લિક્વિડિટી
હવે લિક્વિડિટીની વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર બેંકની તુલનામાં સારા નથી. તેમાં લોક ઇન પીરિયડ હોય ત્યાં સુધી પ્રિમેચ્યોર વિડ્રોઅલ માન્ય નથી. જે અઢી વર્ષનો છે. અથવા તો હોલ્ડરનું મૃત્યુ થાય તો ઉપાડી શકાય છે. બેંક ડિપોઝિટ્સમાં આવી કોઇ સમસ્યા નથી. કેટલીક બેંકો પ્રિમેચ્યોર વિડ્રોઅલ ઉપર પેનલ્ટી લગાવતી નથી. જેના કારણે તે વધારે આકર્ષક રોકાણ વિકલ્પ બને છે.

3. સિનિયર સિટિઝન માટે વધારાનું વ્યાજ નહીં
બેંકો સિનિયર સિટીઝનને 0.50 ટકાનું વધારાનું વ્યાજ આપે છે. કિસાન વિકાસ પત્રમાં આ પ્રકારનો કોઇ લાભ આપવામાં આવતો નથી.

4. બેંક ડિપોઝિટમાં 80સીનો લાભ
ટેક્સ સેવિંગ બેંક ડિપોઝિટ કલમ 80સી હેઠળ ટેક્સ બેનિફિટ ઓફર કરે છે. જેના કારણે કલમ 80 સી હેઠળ બેંક ડિપોઝિટમાં રૂપિયા લાખની કર છુટ મળે છે. જ્યારે કિસાન વિકાસ પત્રમાં ઓછા લાભ છે.

5. કર બચત ક્ષમતા
કિસાન વિકાસ પત્ર પરનું વ્યાજ કરપાત્ર છે. જ્યારે પીપીએફનું વ્યાજ સંપૂર્ણ રીતે કરમુક્ત છે.












Click it and Unblock the Notifications
