For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉંચો કર ચૂકવનારાઓ માટે 5 ટેક્સ ફ્રી બોન્ડ્સ

|
Google Oneindia Gujarati News

જો આપ 20 ટકા કે 30 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવતા હોવ તો ફિક્સ વ્યાજવાળા રોકાણ સાધનમાં રોકાણ કરવા માટે ટેક્સ ફ્રી બોન્ડ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. ટેક્સ ફ્રી બોન્ડ એનએસઇમાં લિસ્ટેડ થયેલા હોય છે. તેમાંથી કેટલાક બોન્ડ BSEમાં પણ લિસ્ટેડ છે. આ ટેક્સ ફ્રી બોન્ડ હોવાથી તેનું વ્યાજ કરમુક્ત છે. અમે અહીં આવા જ કેટલાક ટોચના ટેક્સ ફ્રી બોન્ડ અંગે આપને જણાવીશું. વધુ વિગતો જાણવા માટે આગળ ક્લિક કરો...

હુડકો એન2 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ

હુડકો એન2 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ


હુડકો એન2 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ વર્તમાન સમયમાં રૂપિયા 1125ના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે. તેમાં 8.2 ટકાનો કુપન રેટ છે. તેના પર માર્ચ મહિનામાં વ્યાજ ચૂકવવામાં આવે છે. તેને સરકારી પીઠબળ હોવાથી તે સુરક્ષિત છે.

એનઆરએફસી એન2 ટેક્સ ફ્રી બોન્ડ્સ

એનઆરએફસી એન2 ટેક્સ ફ્રી બોન્ડ્સ


એનઆરએફસી એન2 ટેક્સ ફ્રી બોન્ડ્સ રૂપિયા 1065 પર ટ્રેડ થઇ રહ્યા છે. તેના પર 8.1 ટકાનું વ્યાજ મળે છે. તેના પર 15 ઓક્ટોબર, 2014માં વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન સરકારી નિયંત્રણ હેઠળની કંપની હોવાથી તે સુરક્ષિત છે.

NHAI N1 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ

NHAI N1 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ


NHAI N1 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ 8.2 ટકાનું વ્યાજ આપે છે. આ બોન્ડ એનએસઇમાં રૂપિયા 1070ના ભાવે ટ્રેડ થાય છે. તેનું વ્યાજ 1 ઓક્ટોબર, 2014ના રોજ ચૂકવવામાં આવે છે.

REC N5 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ

REC N5 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ


REC N5 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ 8.1 ટકાનું વ્યાજ આપે છે. તેને AAA રેટિંગ પ્રાપ્ત છે.

હુડકો એન3 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ

હુડકો એન3 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ


હુડકો એન3 સિરીઝ ટેક્સ ફ્રી બોન્ડ્સ 8.1 ટકાનું વ્યાજ આપે છે. તે 2022માં મેચ્યોર થવાના છે. એનએસઇમાં તે રૂપિયા 1092ના ભાવે ટ્રેડ થાય છે.

English summary
5 Tax Free Bond Ideas for High Tax Paying Individuals in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X