ભારતમાં 6 બેસ્ટ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS)
સારા કે શ્રેષ્ઠ ફંડ્સને શોધવા કે ખોળવા હંમેશા મુશ્કેલ કાર્ય રહ્યું છે. ખાસ કરીને વાત જ્યારે સ્ટોક માર્કેટની આવે ત્યારે મુશ્કેલી વધે છે. આજે જે સારું છે તે કાલે ખરાબ કે નુકસાનકારક બની જાય છે. આથી અમે અહીં અમે એવી 6 ELSS ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ રજૂ કી રહ્યા છીએ જે વર્તમાન સમયમાં સારું પરફોર્મ કરી રહ્યા છે. એટલું જ નહીં આગામી સમયમાં પણ તેમાં સારું વળતર આપવાની ક્ષમતા રહેલી છે...

એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ
એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડને ક્રિસિલ અને વેલ્યુ રિસર્ચ દ્વારા ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે આ ફંડે 71 ટકા જેટલું ઊંચું વળતર આપ્યું હતું. આ બ્લ્યુ ફંડ સૌને આકર્ષક વળતર આપી રહ્યો છે. જેના કારણે તેની માંગ વધી રહી છે.

રિલાયન્સ ટેક્સ સેવર ફંડ
રિલાયન્સ ટેક્સ સેવર ફંડને ક્રિસિલ અને વેલ્યુ રિસર્ચ દ્વારા ટોપ રેટિંગ આપવામાં આવ્યું છે. તેમાં લઘુત્તમ રૂપિયા 500નું રોકાણ કરી શકાય છે. આ ફંડે છેલ્લા એક વર્ષમાં 101 ટકાનું રિટર્ન આપ્યું છે. આ ફંડના પોર્ટફોલિયોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને એસીસી જેવા સ્ટોક્સ રહેલા છે.

બીએનપી પરિબાસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ
બીએનપી પરિવાસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડને ક્રિસિલ દ્વારા નંબર ટુ રેટિંગ આપવામાં આવ્યું છે. વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા તેને ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. છેલ્લા વર્ષે તેણે 54 ટકા જેટલું વળતર આપ્યું હતું. તેમાં એક્ઝિટ લોડ નથી અને તેમાં એસઆઇપીમાં રૂપિયા 500 જેટલું રોકાણ કરી શકાય છે.

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ટેક્સ પ્લાન
વર્ષ 1999માં લોન્ચ થયા બાદ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલે અત્યાર સુધીમાં સરેરાશ 23 ટકા વળતર આપ્યું છે. આ વળતર બેંક ડિપોઝિટ કરતા વધારે છે. છેલ્લા વર્ષે તેણે 50 ટકાનું રિટર્ન આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકનો સમાવેશ થાય છે.

પ્રિન્સિપાલ ટેક્સ સેવિંગ ફંડ
પ્રિન્સિપાલ ટેક્સ સેવિંગ ફંડને ક્રિસિલે નંબર 2 અને વેલ્યુ રિસર્ચ ઓનલાઇન દ્વારા 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. તેણે છેલ્લા એક વર્ષમાં 50 ટકા વળતર આપ્યું છે.

રેલિગેર ઇન્વેસ્કો ટેક્સ પ્લાન
રેલિગેર ઇન્વેસ્કો ટેક્સ પ્લાનને ક્રિસિલ દ્વારા નંબર 2 અને મોર્નિંગ સ્ટાર દ્વારા 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. લાંબા ગાળાનું રોકાણ કરનારાઓ માટે આ બેસ્ટ છે.












Click it and Unblock the Notifications
