For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના 6 બિઝનેસમેન અમેરિકાના 100 ધનાઢ્યોની યાદીમાં

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 20 ઓક્ટોબર : ભારતીય મૂળના લોકો (એનઆરઆઇ - NRI) દ્વારા સ્થાપવામાં આવેલી 6 કંપનીઓને અમેરિકાના શહેરોમાં સ્થિત સૌથી વધારે ઝડપી કારોબાર વધારનારી 100 કંપનીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ફોર્ચ્યુન અને આઇસીઆઇસી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં આ 6 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર માઇકલ પોર્ટર દ્વારા 1994માં સ્થાપિત આઇસીઆઇસી પ્રતિવર્ષ એવી 100 કંપનીઓની ઓળખ કરીને તેમને રેંકિંગ આપે છે જે અમેરિકાના મધ્યવર્તી શહેરોમાં સ્થિત છે. આ સાથે તેઓ ઝડપથી પોતાનો બિઝનેસ વધારી રહી છે.

companies-1

આ યાદીમાં 17મા ક્રમે ફ્યુચરનેટ ગ્રુપ એક નિર્માણ, પર્યાવરણ, તકનીક અને સુરક્ષા સાવા પ્રદાન કરનારી કંપની છે. તેના સીઇઓ ભારતમાં જન્મેલા પેરી મહેતા છે. આ કંપનીનો પાંચ વર્ષનો વૃદ્ધિદર 498.2 ટકા છે. વર્ષ 2013માં તેણે 9.7 કરોડ ડોલરનો વેપાર કર્યો હતો.

આ જ રીતે આ યાદીમાં 43માં સ્થાને વ્હૂ ફેબ્રિકેશન્સ એક વાઇન લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે. તે સમગ્ર દુનિયામાં વાઇનના હજારો છુટક વેપારીઓ પાસે વાઇનનું માર્કેટિંગ કરે છે. આ કંપનીના સીઇએ ધ્રુવ અગ્રવાલે પોતાનો બિઝનેસ એક ગેરેજમાંથી શરૂ કર્યો હતો.

મેક્સ કોઠારીની કંપની એક્સપ્રેસ કિચન 67મા ક્રમે છે. જેનો પાંચ વર્ષનો વૃદ્ધિદર 172.1 ટકા છે. આ કંપની સેવા અને ગુણવત્તાના મામલામાં હોમ ડેપો અને લોવેસ જેવી દિગ્ગજ કંપનીઓની સ્પર્ધા કરે છે. આ જ રીતે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફર્મ વેસ્ટકોસ્ટ ટ્રકિંગ 68મા ક્રમે છે. જે પટેલ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીનો વૃદ્ધિદર 168.1 ટકા છે.

English summary
6 Indian origin businessmen in top 100 rich list in America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X