ઇન્શ્યોરન્સ ડિમેટ એકાઉન્ટ હશે તો આ 7 ફાયદા થશે
ઇન્શ્યોરન્સ ડિમેટ એકાઉન્ટ ઇન્શ્યોરન્સ પોલિસી હોલ્ડરને તમામ પ્રકારની પોલિસીઓ જેમ કે લાઇફ, જનરલ, ગ્રુપ હેલ્થ વગેરેને એક સિંગલ ઇલેક્ટ્રોનિક ઇન્શ્યોરન્સ એકાઉન્ટમાં મેનેજ કરવાની સુવિધા આપે છે. જી હા, એક વાર ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ આપ આપની તમામ પોલિસીઓને એક જ જગ્યાએ રાખી શકો છો.
ડીમેટ એકાઉન્ટની મદદથી આપની ઇન્શ્યોરન્સ પોલિસીઓ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં NSDL ગ્રુપ સાથે રહે છે. આ પગલાને નેશનલ ઇન્શ્યોરન્સ પોલિસી રેપોઝિટરી (NIR) તરીકે ઓળખવામાં આવે છે.
NIR એવી વ્યક્તિઓને મદદ કરે છે જે તમામ પોલિસીઓ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં એક સિંગલ એકાઉન્ટ ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટ (ઇઆઇએ - eIA)માં રાખવા માંગે છે.
ઇન્શ્યોરન્સ ડિમેટ એકાઉન્ટ હોવાના મહત્વના ફાયદા પણ છે. આ લાભ કયા છે તે જાણવા આગળ ક્લિક કરો...

1.
ઇઆઇએ - eIA ખોલાવવા કે તેને ચલાવવા માટે કોઇ ફી કે ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી.

2.
ઇ ફોર્મમાં પોલિસી હોવાથી વિવિધ રીતે થતા ફિઝિકલ ડેમેજ જેમ કે ડોક્યુમેન્ટ ચોચાઇ જવા, આગમાં બળી જવાથી બચી શકે છે.

3.
વ્યક્તિએ અનેકવાર KYC આપવું પડતું નથી. એકવાર ઇઆઇએ - eIA ખાતુ ખોલાવવા માટે આપનું નામ, સરનામાના અને ઓળખના પુરાવા આપ્યા બાદ દરેક નવી પોલિસી ખરીદતા સમયે તેને આપવા પડતા નથી.

4.
આ એકાઉન્ટની મદદથી વ્યક્તિ પોલિસી પ્રિમિયમ ઓનલાઇન ભરી શકે છે, પોલિસી ટ્રેક કરી શકે છે., એકાઉન્ટ ગમે ત્યારે ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. ટ્રાન્ઝેક્શન ગમે તે સ્થળેથી જોઇ શકાય છે.

5.
ક્લાયન્ટ માટે એડ્રેસ, બેંક એકાઉન્ટ વિગતો કે નોમીની ચેન્જ કરવું સરળ બની જાય છે.

6.
ઓનલાઇન ડેટામાં તમામ પ્રકારના ડેટા અને વિગતો જેમ કે લાભાર્થીઓ, અસાઇનીસ, નોમીની, હિસ્ટ્રી વગેરે હોય છે.

7.
આપ ઇરડાની માર્ગદર્શિકા અનુસાર આ પાંચ રિપોઝિટરીઝમાંથી NSDL, CIRL, SHCIL projects ltd., CAMS Repository Services Ltd. & Karvy Insurance Repository Ltdમાંથી એકની સાથે ઇઆઇએ ખોલાવી શકો છો.












Click it and Unblock the Notifications
