For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NSEની મ્યુચ્યુઅલ ફંડ સર્વિસ સિસ્ટમ મારફતે રોકાણ કરવાના 7 ફાયદા

|
Google Oneindia Gujarati News

જો આપ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં સબસ્ક્રાઇબ કરવાનું કે તેને રીડિમ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ માટેનો શ્રેષ્ઠ માર્ગ મ્યુચ્યુઅલ ફંડ સર્વિસ સિસ્ટમ (એમએફએસએસ - MFSS) છે. આ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ - NSE)માંથી સુવિધા મેળવી શકાય છે.

તેનાથી શો ફાયદો?
પહેલાના સમયમાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં બ્રોકર મારફતે રોકાણ કરતા હતા. આ માટે તેણે પહેલા બ્રોકર શોધવો પડતો હતો અથવા સીધા મ્યુચ્યુઅલ ફંડ સાથે કામગીરી પાર પાડવી પડતી હતી. ત્યાર બાદ આ પ્રક્રિયા એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા કરી આપવામાં આવતી હતી. ત્યાર બાદ સબસ્ક્રીપ્શન અને રિડેમ્પ્શન જાણીતા બન્યા હતા.

જો કે આ પ્રક્રિયાની તુલનામાં એમએફએસએસ બિલકુલ અલગ રીતે કામ કરે છે. આ એક ઓનલાઇન ઓર્ડર કલેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા તૈયાર કરી આપવામાં આવી છે. આ માટે તેના લાયકાત ધરાવતા સભ્ય હોવા જરૂરી છે. લાયક સભ્ય એમએફએસએસ દ્વારા અરજી કરી શકવાની સાથે રિડેમ્પ્શન રિક્વેસ્ટ પણ મોકલી શકે છે.

એમએફએસએસ દ્વારા ઓર્ડર મુકવાના લાભો
એમએફએસએસ દ્વારા ઓર્ડર મુકવાના લાભો એક નહીં અનેક છે. આગળ તેની પર નજર કરીએ...

1. પોર્ટફોલિયોનો સિંગલ વ્યુ
આપ આપના શેર્સ, ડિબેન્ચર્સ, એનસીડીસ અને મ્યુચ્યુઅલ ફંડને જોવા માટે અલગ અલગ એકાઉન્ટને બદલે એક જ એકાઉન્ટ ખોલીને તમામ પ્રકારના રોકાણની માહિતી મેળવી શકો છો.

2. આપ ગમે ત્યારે સિંગલ ઇન્ટરમિડિએટરી દ્વારા મદદ મેળવી શકો છો.

3. રોકાણ અંગેના નિર્ણયો ઝડપથી લઇ શકાશે. આ ઉપરાંત તે વધારે અસરદાર સાબિત થશે. આ ઉપરાંત ફંડને ખસેડવામાં ઓછો સમય લાગશે.

4. એમએફએસએસ મિકેનિઝમને કારણે પેપર વર્ક ઘટે છે. આ ઉપરાંત કાર્યક્ષમતા વધે છે.

5. સર્વિસ જોઇએ તેવી ના મળે તો અન્ય મદદ મળી શકે છે.

6. મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ જવાની, ટપાલ મોકલવાની ઝંઝટમાંથી છુટકારો મળે છે.

તારણ :
એમએફએસએસના અનેક ફાયદા છે. આ કારણે અનેક લોકો તેને અપનાવી રહ્યા છે. જો કે તેના કારણે બ્રોકર્સને છોડી દેવામાં આવે તેવું પગલું ભરવું જોઇએ નહીં.

English summary
7 Benefits of Investing Through the Mutual Fund Service System or MFSS of NSE.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X