For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th pay commission: આ કર્મચારીઓને મોટી ગિફ્ટ! પગારમાં થયો વધારો

સાતમા પગારપંચ હેઠળ પગાર વધારાની રાહ જોતા લાખો કર્મચારીઓ આશા રાખે છે કે મોદી સરકાર તેમના બીજા કાર્યકાળમાં જલ્દી જ તેમના પગારમાં પગારપંચની ભલામણ કરતા તેમની માંગ પ્રમાણે વધારો કરશે.

|
Google Oneindia Gujarati News

સાતમા પગારપંચ હેઠળ પગાર વધારાની રાહ જોતા લાખો કર્મચારીઓ આશા રાખે છે કે મોદી સરકાર તેમના બીજા કાર્યકાળમાં જલ્દી જ તેમના પગારમાં પગારપંચની ભલામણ કરતા તેમની માંગ પ્રમાણે વધારો કરશે. લાખો કર્મચારીઓ અને પેન્શનરો આ પ્રતીક્ષામાં બેઠા છે, પરંતુ તે દરમિયાન મહારાષ્ટ્ર સરકારે તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્ર સરકારે દિવાળીના ત્રણ મહિના પહેલા આ કર્મચારીઓને બમ્પર ગિફ્ટ આપી છે. મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પૂર્વેની ભેટ સરકાર તરફથી મળી છે.

આ કર્મચારીઓ માટે 3 મહિના પહેલા આવી દિવાળી

આ કર્મચારીઓ માટે 3 મહિના પહેલા આવી દિવાળી

ભલે મોદી સરકારે હજુ સુધી લાખો કેન્દ્રીય કર્મચારીઓને તેમની માંગને અનુલક્ષીને પગાર વધારાની ભેટ ન આપી હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણીની નજીક ઉભેલી મહારાષ્ટ્ર સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપલ કાઉન્સિલો અને નગર પંચાયતના કર્મચારીઓને બમ્પર ગિફ્ટ આપી છે. આ કર્મચારીઓ માટે તે દિવાળીની બમ્પર ગિફ્ટથી ઓછી નથી. મહારાષ્ટ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મિટિંગ બાદ સરકારે આ કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપવાનો નિર્ણય કર્યો.

મળશે 44 મહિનાનું એરીયર

મળશે 44 મહિનાનું એરીયર

મહારાષ્ટ્ર સરકારે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે 1 સપ્ટેમ્બર, 2019 થી 26 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 362 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોના કર્મચારીઓને લાભ મળશે. પગારમાં આ વધારા સાથે સરકાર પર 409 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. એટલું જ નહીં, કર્મચારીઓ માટે આ એક મોટું બોનસ છે. સરકાર તેમને જાન્યુઆરી 2016 થી ઓગસ્ટ 2019 સુધીનું એરીયર પણ આપવા જઈ રહી છે.

હપ્તાઓમાં મળશે એરીયર

હપ્તાઓમાં મળશે એરીયર

મહારાષ્ટ્ર સરકાર આ કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2016 થી ઓગસ્ટ 2019 સુધીનું એરીયર આપશે. જો કે, 7 મા પગારપંચનું એરીયર કર્મચારીઓને 5 વર્ષ સુધી હપતા તરીકે આપવામાં આવશે. મહારાષ્ટ્ર પહેલા, હરિયાણા સરકારે પણ તાજેતરમાં જ તેમના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 7 મા પગાર પંચ હેઠળ બોનસ વધારવાની જાહેરાત કરી હતી. હરિયાણાની ખટ્ટર સરકારે રાજ્યના કર્મચારીઓના એચઆરએમાં વધારાની સાથે 6 મહિનાની મેટરનિટી લીવની સુવિધા આપી.

English summary
7th pay commission: Big gift to these employees, Salary increase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X