7th Pay Commission : સરકારી કર્મચારી માટે ખુશ ખબર, DA એરિયર્સ બાબતે સામે મોટી અપડેટ
7th Pay Commission : મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ગિફ્ટ આપવા જઇ રહી છે. જેની ચર્ચા સત્તાવાર રીતે ઘણી જોરશોરથી થઇ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી એરિયર્સ કોઇપણ ઘડીએ પૈસા જમા કરવાવી શકે છે, જેનાથી કર્મચારીઓનો મોટો ફાયદો થવાનો છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે તાજેતરમાં ડીએ રેટમાં 4 ટકાનો વધારો કર્યો છે, જેના પછી બેઇઝિક પગારમાં બમ્પર વધારો જોવાનું નિશ્ચિત છે. હવે ચર્ચા છે કે, સરકાર ટૂંક સમયમાં બાકી રહેલ ડીએ એરિયર્સ મોકલવા જઈ રહી છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં મોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ મહિનાના ડીએના બાકી નાણાં ખાતામાં આવશે
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ડીએના બાકી નાણાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્સનર્સના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે, જેની ચર્ચાઝડપથી થઈ રહી છે. આ પૈસા જાન્યુઆરી 2023 થી ફેબ્રુઆરી એટલે કે બે મહિના સુધી આવવાના છે.
નોંધનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓના DAમાં તાજેતરમાં જ સરકારે 4 ટકાનો વધારો કર્યો છે, જે પછી તે વધીને 42 ટકા થઈ ગયો છે.

કર્મચારીઓને બે મહિના માટે ડીએનું એરિયર્સ મળશે
તેના દર જાન્યુઆરીથી લાગુ ગણવામાં આવશે, જેના કારણે એવું માનવામાં આવે છે કે, કર્મચારીઓને બે મહિના માટે ડીએનું એરિયર્સ મળશે. આ મુજબ, હાઇ બેઇઝિક પગાર ધરાવતા કર્મચારીઓને બમ્પર લાભ મળશે. પહેલા કર્મચારીઓને 38 ટકા ડીએનો લાભ મળતો હતો, જે હવે વધારી દેવામાં આવ્યો છે.

ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારો થશે
મોંઘવારી ભથ્થા (DA)માં વધારા બાદ, સમગ્ર દેશના તમામ કર્મચારીઓના સંગઠનો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે,જેને લઈને સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે, સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 2.6 ગણાથી વધારીને 3.7 ગણી કરી શકેછે, ત્યારબાદ બેઝિક સેલરીમાં ભારે વધારો થવાની ધારણા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે. તેના પર સરકાર તરફથી ટૂંક સમયમાં ચોંકાવનારી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા માનવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
