7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે ફરી એક વખત વધારો
કેન્દ્ર સરકારે પહેલા 18 મહિના માટે મોંઘવારી ભથ્થા પરનો મોરેટોરિયમ હટાવી લીધો હતો, ત્યારબાદ સરકારે મોંઘવારી ભથ્થામાં પણ 3 ટકાનો વધારો કર્યો હતો અને મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધારીને 31 ટકા કર્યું હતું.
7th Pay Commission : તાજેતરમાં જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પહેલા 18 મહિના માટે મોંઘવારી ભથ્થા પરનો મોરેટોરિયમ હટાવી લીધો હતો, ત્યારબાદ સરકારે મોંઘવારી ભથ્થામાં પણ 3 ટકાનો વધારો કર્યો હતો અને મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધારીને 31 ટકા કર્યું હતું.
સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આ ભેટ આપી છે અને તેમના પગારમાં મોટો વધારો કર્યો છે. હવે બીજા વધારાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકાર કર્મચારીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે.

કર્મચારીઓને મળશે ભેટ
દિવાળી પહેલા કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરીને કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો, તેથી હવે વધુ એક ભથ્થું વધારવાની તૈયારીઓ કરવામાં આવીરહી છે.
સરકાર કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં વધારો કરી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના HRAમાંવધારો કરવાની જાહેરાત કરી શકે છે. એવી અપેક્ષા છે કે, સરકાર નવા વર્ષમાં HRA લાગુ કરી શકે છે.

HRAમાં વધારો
હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) વધારીને સરકાર તમારા પગારમાં બમ્પર વધારો આપી શકે છે. એવું માનવામાં આવે છે કે, જાન્યુઆરી 2022થી તેનો અમલ થઈ શકેછે.
ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રાલય 11.56 લાખ રેલવે કર્મચારીઓની HRA વધારવાની માંગ પર વિચારણા કરી રહ્યું છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડનેમોકલવામાં આવ્યો છે. અહીંથી મંજૂરી મળ્યા બાદ આ કર્મચારીઓને વધેલા HRA સાથે પગાર મળશે.

કેટેગરી મુજબ HRA
ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓને તેમના પગારમાં HRA ભથ્થું મળે છે, જે તેમના શહેરની કેટેગરીમાંથી આવે છે. આ માટે શહેરોને X, Y અને Z વર્ગમાં વહેંચવામાંઆવ્યા છે.
X શ્રેણીના કર્મચારીઓને HRA તરીકે રૂપિયા 5400 મળે છે. તે જ સમયે Y ક્લાસમાં HRA 3600 રૂપિયા અને ઝેડ ક્લાસના શહેર માટે 1800રૂપિયામાં ઉપલબ્ધ છે.
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને અનુક્રમે 27 ટકા, 18 ટકા અને 9 ટકા પગારના હિસાબે મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
