7th Pay Commission : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, 42 ટકા થશે મોંઘવારી ભથ્થું

7th Pay Commission : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ ઘણી રાજ્ય સરકારે પણ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વચ્ચે વધુ એક રાજ્ય સરકાર દ્વારા 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DA અને DRમાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

7th Pay Commission

ક્યારથી લાગુ થશે નવું મોંઘવારી ભથ્થું - આ વધેલું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનધારકોને 1 જાન્યુઆરી, 2023થી આપવામાં આવશે અને તે પછી તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે. આ વધારા બાદ ઉત્તર પ્રદેશના કર્મચારીઓ અને પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 38 ટકાથી વધીને 42 ટકા થઈ જશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી મંજૂર - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4 ટકાનો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ડીએ અને ડીઆરમાં વધારો થવાથી ઉત્તર પ્રદેશના 16 લાખ રાજ્ય સરકારના કર્મચારીઓ અને 11.5 લાખ પેન્શનર્સને ફાયદો થશે.

કેન્દ્ર સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો - આ પહેલા 24 માર્ચના રોજ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કર્યું હતું.

આ પછી હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ તેના પેન્શનર્સ અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવા જઈ રહી છે, જેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X