7th Pay Commission : હોળી પહેલા સરકારી કર્મચારીને મળશે ખુશ ખબર, Fitment Factor Hike થી આટલો ગણો થશે પગાર
7th Pay Commission : સાતમું પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર ટૂંક સમયમાં વધી શકે છે. આવામાં આપણે જાણીશું કે, સાતમું પગારપંચ લાગુ થયા બાદ વધુ કેટલા પૈસા મળશે.
7th Pay Commission : સાતમુ પગાર પંચ લાગુ થવાની સાથે જ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની શક્યતા છે. DA Hike અને Fitment Factor Hike જેવા આર્થિક લાભ મળશે. પગારમાં નોંધપાત્ર વધારો થવાને કારણે કર્મચારીઓની આવક વધશે. આજે આપણે Pay Commission 2023 અંગે તમામ મહત્વપૂર્ણ તથ્યો વિશે જાણીશું. એવી આશા રાખવામાં આવી રહી છે કે, સરકાર તેને ટૂંક સમયામાં મંજૂરી આપી શકે છે.

7મા પગાર પંચ પર સરકાર શું વિચારે છે?
7મા પગાર પંચ અંગેના તાજેતરના મીડિયા અહેવાલો સૂચવે છે કે, કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારવાની લાંબા સમયથી પડતર માંગ પર ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓના યુનિયનો દ્વારા ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણાથી વધારીને 3.68 ગણા કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ દબાણ વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓની અવિરત રાહ હોળી 2023 બાદ પૂરી થતી જણાય છે.

સરકાર આપશે 18 મહિનાનું એરિયર્સ!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ફિટમેન્ટ ફેક્ટર વધારવામાં આવે છે, તો તેનાથી તમામ કેટેગરીના સરકારી કર્મચારીઓને ફાયદો થશે. 7મા પગાર પંચના સારા સમાચાર વિશે અટકળો ચાલી રહી છે કે, કેન્દ્ર સરકાર માર્ચ 2023 માં 18 મહિના માટે ડીએ એરિયર જાહેર કરી શકે છે.

જાણો 7મા પગાર પંચથી કેટલો પગાર વધશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી વર્ષના કેન્દ્રીય બજેટ બાદ સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારવાનો નિર્ણય લઈ શકે છે. જો સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં 3 ગણો વધારો કરે છે, તો ભથ્થાને બાદ કરતાં કર્મચારીઓનો પગાર 18,000 X 2.57 એટલે કે 46,260 રૂપિયા થશે.
બીજી તરફ, જો મોદી સરકારનું નાણા મંત્રાલય કેન્દ્રીય કર્મચારી સંગઠનોની માંગને સ્વીકારે છે, તો પગાર 26000 X 3.68 એટલે કે 95,680 રૂપિયા થશે. જો સરકાર 3 ગણા ફિટમેન્ટ ફેક્ટરને સ્વીકારે છે, તો પગાર 21000 X 3 એટલે કે 63,000 રૂપિયા થશે.

DAમાં વધારાથી કેટલો ફાયદો?
DA હાઈક પરના અહેવાલોમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સરકાર 4 ટકાનો વધારો કરી શકે છે. અહેવાલો અનુસાર માર્ચના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં DA હાઈકને મંજૂરી મળવાની આશા છે. લાઈવ હિંદુસ્તાનના રિપોર્ટ અનુસાર હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 38 ટકા છે.
સરકાર તેને ચાર ટકા વધારીને 42 ટકા કરવા પર વિચાર કરી રહી છે. જેના કારણે કેન્દ્ર સરકારના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો થશે.

મોંઘવારીથી ત્રસ્ત લોકોને મળશે રાહત
ખાસ વાત એ છે કે, સરકાર તહેવારોની સિઝનમાં આ ભેટ આપવાનું વિચારી રહી છે. એટલે કે જાન્યુઆરીથી વધેલા ડીએ માર્ચના પગારમાં ચૂકવવામાં આવી શકાય છે. આવી સ્થિતિમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોની આ વખતે હોળી થોડી મીઠી થાય તેવી આશા છે.

ડીએ વર્ષમાં બે વાર વધે છે
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા 15 દિવસમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓના આર્થિક લાભને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે. જોકે, સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં કેબિનેટ બેઠકમાં ડીએ વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી શકે છે. DAમાં 4 ટકાનો વધારો થતાં જ લાખો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે.
ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓના ડીએ અને પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓના ડીઆર દર વર્ષે બે વાર વધારવામાં આવે છે. જાન્યુઆરી અને જુલાઈમાં તેની જાહેરાત કરવામાં આવે છે.

દર મહિને કેટલા વધુ પૈસા મળશે
પગારની ગણતરીના અંદાજ મુજબ, 18,000 રૂપિયાના બેઇઝિક પગાર પર હાલમાં 38 ટકાના દરે, એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 6,840 રૂપિયાનું માસિક મોંઘવારી ભથ્થું મળે છે. જો 42 ટકા ડીએ છે, તો તમને દર મહિને 720 રૂપિયા વધુ ડીએ મળશે. ડીએમાં છેલ્લું રિવિઝન 28 સપ્ટેમ્બર, 2022ના રોજ થયું હતું.

બંગાળના સાંસદો અને ભાજપના સાંસદ વચ્ચે વિવાદ
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો છે. પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બુધવારના રોજ વિધાનસભામાં DAમાં ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાને લઈને નારાજ છે. આ મુદ્દાનો પડઘો લોકસભામાં પણ સંભળાયો હતો. મોંઘવારી ભથ્થાને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
