7th Pay Commission : નવા વર્ષે પહેલા સરકારે કર્મચારીને આપી ભેટ, સરકારે DAમાં કર્યો 4 ટકાનો વધારો
નવા વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષ પહેલા જ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે.
7th Pay Commission : નવા વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષ પહેલા જ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હકીકતમાં મેઘાલય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે.

મેઘાલય સરકારના આ નિર્ણયથી રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને ઘણો ફાયદો થશે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈ 2022થી લાગુ થશે.

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો
સરકારની આ જાહેરાત બાદ મેઘાલયના કર્મચારીઓનો DA જુલાઈ 2022થી 28 ટકાથી વધીને 32 ટકા થઈ ગયો છે.
આ અગાઉ 29સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
હવે 50 લાખ કેન્દ્રીયકર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોના ખાતામાં 38 ટકાના દરે ડીએ આવવાનું શરૂ થઈ ગયું છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએમાં વધારો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી જેAICPI આંકડા આવ્યા છે, તેને ધ્યાનમાં લઇએ તો, નવા વર્ષમાં એટલે કે 2023ના જાન્યુઆરી મહિનામાં ફરી એકવાર કેન્દ્રીયકર્મચારીઓના DAમાં વધારો થવાની શક્યતા છે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે.

આ રાજ્ય સરકારોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો
કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકારો દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા,યુપી, કર્ણાટક, પંજાબ, આસામ વગેરેનો સમાવેશ થાય છે. હવે મેઘાલય સરકારે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, સરકારના આ નિર્ણય બાદ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને વધેલા પગાર અને પેન્શનનો લાભ મળશે.
આ સાથે જ આગામી વર્ષ એટલે કે, 2023માં પણ કર્મચારીઓના ખાતામાં વધેલા ભથ્થાની રકમ આવશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
