બેંકના ખાતામાં વધીને આવશે સેલેરી, જાણો DA સાથે TA અને HRAમાં કેટલો થયો વધારો

કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં લાખો કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં છેલ્લા દોઢ વર્ષમાં લગાવવામાં આવેલી રોકને હટાવી દીધી.

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં લાખો કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં છેલ્લા દોઢ વર્ષમાં લગાવવામાં આવેલી રોકને હટાવી દીધી. સરકારે કર્મચારીઓના અટકેલા મોંઘવારી ભથ્થાને ચાલુ કરી દીધુ છે. સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ હવે 17 ટકાથી વધીને 28 ટકા થઈ ગયુ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાજ્ય સરકારોએ પણ પોતાના કર્મચારીઓની સેલરીમાં વધારો કરી દીધો અને તેમના મોંઘવારી ભથ્થાને વધારી દીધુ. માનવામાં આવી રહ્યુ છે કે ઓક્ટોબર મહિનામાં ખાતામાં ક્રેડિટ થનારી સેલેરીમાં તેનો લાભ બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોના પ્રદેશ કર્મચારીઓને મળશે.

rupees

માનવામાં આવી રહ્યુ છે કે આ કર્મચારીઓના બેંક ખાતામાં સેલેહી વધીને આવશે. માત્ર મોંઘવારી ભથ્થુ જ નહિ પરંતુ એચઆરએ અને ટ્રાવેલ અલાઉન્સ પણ વધીને મળશે. તમને જણાવી દઈએ કે સરકારી નિયમો મુજબ જો ડીએના 25 ટકા કે તેનાથી વધુ થાય તો એચઆરએનો પણ રેટ વધી જાય છે. શહેરની કેટેગરીન આધારે તે હવે 9 ટકા, 18 ટકા અને 27 ટકા મળશે.

કેવી રીતે કરશો ગણતરી

સેલેરી કેલ્ક્યુલેશનની વાત કરીએ તો જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી 24200 રુપિયા મહિને છે અને 28 ટકા મોંઘવારી ભથ્થુ હોય તો તેની સેલેરી હવે દર મહિને 6776 રૂપિયા મહિના વધી જશે. વળી, ટીએ તરીકે તેને 4608 રૂપિયા મહિના મળશે. આ જોડિએ તો એચઆરએ જોડ્યા વિના હવે કર્મચારીની સેલેરી 35584 રૂપિયા થઈ જશે, જે પહેલા 24200 રૂપિયા હતી. આમાં અત્યારે એચઆરએ અને બીજા ભથ્થા ઉમેરવાના બાકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X