For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રુડની કિંમતોમાં કડાકા બાદ લાભ કરાવે તેવા 8 કંપની શેર્સ

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય બજારોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ક્રુડ ઓઇલના ભાવમાં નાટકીય ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રુડ ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 66 ટોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયું છે. ભારતમાં પણ ક્રુડના ભાવ ઘટાડાની અસર અનેક કંપનીઓ પર પડી છે. જેના કારણે કંપનીઓનો નફો વધ્યો છે.

ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડાથી ઓટોમોબાઇલ સેક્ટર, ઓઇલ અને માર્કેટિંગ કંપનીઓ અને પેઇન્ટ મેન્યુફેક્ચરર્સ વગેરેને લાભ થશે. અમે અહીં એવી 8 કંપનીઓ દર્શાવી રહ્યા છે જેમાં જેમાં ક્રુડની કિંમતોમાં ઘટાડાથી કંપનીઓને લાભ પહોંચી રહ્યો છે....

એશિયન પેઇન્ટ્સ

એશિયન પેઇન્ટ્સ

એશિયન પેઇન્ટ્સના શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્ડમાં 1 ડિસેમ્બર, 2014ના રોજ 52 સપ્તાહની ટોચે રૂપિયા 790ના ભાવે ટ્રેડ થઇ રહ્યા હતા. ક્રુડની કિંમતોમાં ઘટાડાથી આ કંપનીને લાભ પહોંચ્યો છે. કારણ કે તેની રો મટિરિયલની કિંમતો ઘટી છે. જેના કારણે કંપની એક્સપાન્શન કરી શકે છે.

બીપીસીએલ

બીપીસીએલ

ક્રુડની કિંમતો ઘટવાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લાભ થયો છે. તેમાં બીપીસીએલનો પણ સમાવેશ થાય છે. હાલ એનએસઇમાં રૂપિયા 728ના ભાવે ટ્રેડ થઇ રહેલા કંપનીના શેર્સ થોડા તાજેતરમાં 52 સપ્તાહની ટોચે એટલે કે રૂપિયા 785 સુધી પહોંચી ગયા હતા.

બર્જર પેઇન્ટ્સ

બર્જર પેઇન્ટ્સ

એશિયન પેઇન્ટ્સની જેમ બર્જર પેઇન્ટ્સના ભાવ પણ ઘટ્યા છે. તેમાં 1 ડિસેમ્બર, 2014ના રોજ તે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.

એચપીસીએલ

એચપીસીએલ

બીપીસીએલની જેમ એચપીસીએલના સ્ટોક્સમાં પણ 27 નવેમ્બર, 2014ના રોજ 52 સપ્તાહની ટોચ જોવા મળી હતી. તેનો ભાવ રૂપિયા 627 રહ્યો હતો.

જેટ એરવેઝ

જેટ એરવેઝ

ક્રુડના ભાવ ઘટવાથી જેટ ફ્યુઅલના ભાવ પણ ઘટ્યા છે. જેના કારણે એવિએશન કંપનીઓને ફાયદો થઇ રહ્યો છે. આ કારણે જેટ એરવેઝના શેર્સની કિંમતો તાજેતરમાં 52 સપ્તાહની ટોચે રૂપિયા 378ના ભાવે પહોંચી હતી.

એપોલો ટાયર્સ

એપોલો ટાયર્સ

ક્રુડના ભાવ ઘટવાથી ટાયર્સ કંપનીના રો મટીરિયલના ભાવ પણ ઘટ્યા છે. આ કારણે કંપનીને ઘણો આર્થિક લાભ થયો છે.

એચયુએલ

એચયુએલ

એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડની પેકેજિંગ કોસ્ટ ઘટી છે. જેના કારણે કંપનીને ફાયદો થઇ રહ્યો છે.

સ્પાઇસ જેટ

સ્પાઇસ જેટ

જેટ એરવેઝની જેમ સ્પાઇસ જેટને પણ એવિએશન ફ્યુઅલમાં કિંમતોના ઘટાડાનો લાભ મળ્યો છે. જેના કારણે તેના શેર્સની કિંમતો વધી છે.

English summary
8 Company Shares That Will Benefit From Falling Crude Oil Prices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X