For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલીવાર ઘર ખરીદવાવાળા લોકો માટે જરૂરી ખાસ 8 વાતો...

By Desk
|
Google Oneindia Gujarati News

આજકાલ ઓછા વ્યાજદરોના કારણે ઘણા લોકો પોતાના સપનાનું ઘર ખરીદવાની ઈચ્છા રાખે છે. રિયલ એસ્ટેટનો વિકાસ દેશના આર્થિક વિકાસ પર પણ આધાર રાખે છે.

સ્માર્ટ ખરીદદાર પ્રોપટીમાં ત્યારે રોકાણ કરે છે. જયારે માર્કેટ રેટ ઓછા હોઈ અને ભવિષ્યમાં વધવાની સંભાવના હોઈ. આજે અમે કેટલીક એવી માહિતી આપવા જઈ રહ્યા છે કે પહેલીવાર ઘર ખરીદી રહ્યા હોવ તો તમારે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ...

કિંમત ચૂકવી શકવાવાળું ઘર

કિંમત ચૂકવી શકવાવાળું ઘર

ક્યારેય પણ જાહેરાતો પર ધ્યાન ના આપવું જોઈએ. હોર્ડિંગ્સ અને પેપર ખુબ જ આકર્ષક હોઈ છે. તમે પોતાની આવક જુઓ અને નક્કી કરો કે તમે તે ઘર ખરીદી શકો છો કે નહિ.

જગ્યા

જગ્યા

તમે યોગ્ય જગ્યાને પસંદ કરો જ્યાંથી તમને જવા અને આવવામાં સુવિધા મળી રહે અને સાથે સાથે એ પણ નક્કી કરી લો કે વેચવા પર તમને સારી કિંમત મળી શકશે કે નહિ.

ટોકન

ટોકન

ઘર ખરીદતા પહેલા તમારે ટોકન તરીકે ઘરના 10 થી 15 ટકા જેટલા પૈસાનું પહેલા જ ભુગતાન કરવું પડે છે. તમારી પાસે તેની સુવિધા છે કે નહિ તે પણ ચેક કરી લો.

મંજૂરી મળી છે કે નહિ

મંજૂરી મળી છે કે નહિ

રિયલ એસ્ટેટમાં ઘણા ગોટાળા થાય છે તો ઘર લેતા પહેલા ચેક કરી લો કે જે ઘર તમે લઇ રહ્યા છો તેને સરકાર તરફથી મંજૂરી મળી છે કે નહિ.

ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર

લોન માટે આવેદન કરતા પહેલા વ્યક્તિએ પોતાનો ક્રેડિટ સ્કોર ચેક કરી લેવા જોઈએ.

હોમ લોન માટે આધારભૂત વાતો

હોમ લોન માટે આધારભૂત વાતો

હોમ લોન લેતા પહેલા ઘણી બેંકોમાં જઈને વાત કરવી જોઈએ. બધી જ માહિતી ભેગી પણ કરવી જોઈએ.

સમય

સમય

હોમ લોન માટેની પ્રક્રિયા પણ ખુબ જ મોટી હોઈ છે. જેમાં સમય પણ લાગી જાય છે બેંકને પણ પોતાની આખી પ્રક્રિયા ફોલો કરવી પડતી હોઈ છે.

સેલેરી એકાઉન્ટ સાથે જોડો

સેલેરી એકાઉન્ટ સાથે જોડો

જો તમારા બેંકમાં એક કરતા વધારે એકાઉન્ટ હોઈ અને તમે નક્કી ના કરી શકતા હોવ કે કયા એકાઉન્ટને હોમ લોન સાથે જોડવું જોઈએ. તો સારો વિકલ્પ એ છે કે તેને તમારા સેલેરી એકાઉન્ટ સાથે જોડી દો.

English summary
8 Tips To Consider For First Time Home Buyers With lower interest rates to remain, many individual will be planning to buy their dream home before there is a hike in interest rates. Here are some tips for first time buyers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X