82 હજાર દિવ્યાંગોને મળશે લાભ, જાણો શું છે ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના
Sant Surdas Yojana: ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોના જીવનને સરળ અને સન્માનભેર બનાવવા માટે સંત સુરદાસ યોજના નામની એક ક્રાંતિકારી પહેલ શરૂ કરવામાં આવી છે.
અઢી દાયકાથી અમલમાં મૂકવામાં આવેલી સંત સુરદાસ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આશીર્વાદરૂપ સાબીત થઈ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તાજેતરના ફેરફારો સાથે સંત સુરદાસ યોજના હવે વધુ વ્યાપક અને સમાવેશી બની છે, જે રાજ્યના હજારો દિવ્યાંગજનો માટે આશાનું કિરણ બની રહી છે.
નવી શરૂઆત, નવી આશા - સંત સુરદાસ યોજનામાં તાજેતરમાં થયેલા ફેરફારો થકી યોજનાનો વ્યાપ અનેકગણો વધ્યો છે. અગાઉ સંત સુરદાસ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 80 ટકા દિવ્યાંગતા હોવી જરૂરી હતી, પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને 60 ટકા કરવામાં આવી છે.
આ નિર્ણયથી રાજ્યના અંદાજે 82 હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળવાનો માર્ગ મોકળો થયો છે. આ ઉપરાંત, ઉંમર અને આવકની મર્યાદા પણ દૂર કરવામાં આવી છે, જેનાથી તમામ પાત્ર લાભાર્થીઓને એકસમાન સહાય મળી રહે છે.
BPL કાર્ડ અને 0-17 વર્ષની ઉંમરની ફરજિયાત જોગવાઈ પણ હટાવી દેવાઈ છે, જે સંત સુરદાસ યોજનાને વધુ સરળ અને સુલભ બનાવશે.
આર્થિક સહાયનું મજબૂત પાસું - દિવ્યાંગ વ્યક્તિઓને સંત સુરદાસ યોજના હેઠળ દર મહિને રૂપિયા 1 હજારની સહાય આપવામાં આવે છે. ખૂબ જ પારદર્શિતા સાથે આ રકમ સીધી તેમના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા થાય છે.
વર્ષ 2024-25માં, 31મી જાન્યુઆરી 2025 સુધીમાં આ યોજના હેઠળ 45788 લાભાર્થીઓને કુલ રૂપિયા 40 કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે. આ આંકડાઓ યોજનાની વધતી અસરકારકતાને દર્શાવે છે.

આ ઉપરાંત, વર્ષ 2025-26ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 99 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે દિવ્યાંગજનોના કલ્યાણ પ્રત્યે સરકારની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
સરકારની પ્રતિબદ્ધતા - ગુજરાત સરકાર દિવ્યાંગજનોના જીવનને વધુ સરળ અને સમૃદ્ધ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. સંત સુરદાસ યોજના માત્ર આર્થિક સહાય જ નથી પૂરી પાડતી, પરંતુ દિવ્યાંગજનોને સમાજમાં સન્માનભેર સ્થાન અપાવવાનો પણ પ્રયાસ કરે છે.
સંત સુરદાસ યોજના એ ગુજરાત સરકારની એક એવી પહેલ છે, જે દિવ્યાંગજનોના જીવનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. આ યોજના દ્વારા ન માત્ર તેમનું જીવનધોરણ સુધરશે, પરંતુ તેઓ સમાજના અભિન્ન અંગ તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી શકશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતનું આ પગલું દેશભરના રાજ્યો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે. આ યોજના દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
સંત સુરદાસ યોજના દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એક મજબૂત પાયો નાંખી રહી છે. રૂપિયા 99 કરોડની બજેટ ફાળવણી સાથે, આગામી વર્ષોમાં સંત સુરદાસ યોજના વધુ લાભાર્થીઓ સુધી પહોંચશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
સંત સુરદાસ યોજના દિવ્યાંગજનોને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સમાજમાં સમાનતા અને સન્માનનો અધિકાર પણ આપે છે.
"સંત સૂરદાસ યોજના" હેઠળ ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગ પેન્શન આપવા અંગે ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬' ના અંદાજપત્રમાં કુલ ₹૯૯.૦૦ કરોડની નવી બાબતને સૈદ્ધાંતિક મંજૂરી પ્રદાન કરવામાં આવી !! pic.twitter.com/ato3K3zDI4
— Bhanuben Babariya (@BhanubenMLA) April 2, 2025












Click it and Unblock the Notifications
