
સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી ભારતની ટોપ 10 કંપનીઓ
રોકાણકારો કોઇપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા ચકાસતા માપદંડોમાં માર્કેટ કેપિટલાઇઝેશન એક મહત્વનો માપદંડ ગણે છે. માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કંપનીના વર્તમાન માર્કેટ ભાવ પ્રમાણે કુલ શેર્સનું કુલ મૂલ્ય. આ ડેટા અત્યંત સંવેદનશીલ હોય છે અને દર સેકન્ડે તેમાં ફેરફાર થતો રહેતો હોય છે. જેના કારણે વર્તમાન સમયમાં હાઇએસ્ટ માર્કેટ કેપિટલાઇઝેશન ઘરાવતી કંપની થોડી વારમાં બદલાઇ પણ શકે છે.
ભારતમાં હાઇએસ્ટ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓ આ મુજબ છે...

1) તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ
ભારતમાં હાઇએસ્ટ માર્કેટ કેપિટલાઇઝેશનમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ સૌથી આગળ છે. કંપનીનું કુલ કેપિટલાઇઝેશન રૂપિયા 4,84,677 કરોડ છે.

2) ONGC
ઓએનજીસીની માર્કેટ કેપ રૂપિયા 2,94,693 કરોડ છે. જે તેને ભારતની બીજા નંબરની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બનાવે છે.

3) ITC
તમાકુથી હોટેલ્સ સુધીને બિઝનેસમાં નામના મેળવનારી કંપની ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 2,94,230 કરોડ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં તે હાઇએસ્ટ વેઇટેજ ધરાવે છે.

4) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 2,86,061 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. માર્કેટ વધતા તેના શેર્સમાં વધારો ના થતાં તે ચોથા ક્રમે આવી છે.

5) કોલ ઇન્ડિયા
કોલ ઇન્ડિયા ભારતમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં પાંચમુ સ્થાન ધરાવે છે. તેની કુલ માર્કેટ કેપ રૂપિયા 2,38,221 કરોડ છે.

6) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
ભારતની સૌથી મોટી બેંક પાસે રૂપિયા 2,28,338 કરોડનું માર્કેટ કેપ છે.

7) HDFC બેંક
એચડીએફસી બેંક પાસે રૂપિયા 2,28,332 કરોડનું માર્કેટ કેપ છે.

8) ICICI બેંક
ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક ICICI બેંક પાસે રૂપિયા 2,04,378કરોડનું માર્કેટ કેપ છે.

9) HDFC
ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસી પાસે રૂપિયા 1,72,824 કરોડનું માર્કેટ કેપ છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે તે ફેવરિટ છે.

10) સન ફાર્મા
સનફાર્માના શેર્સમાં છેલ્લા કેટલાક સમયમાં ભારે વધારો થયો છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ તે ભારતમાં 10મા ક્રમે આવે છે. તેણે તાજેતરમાં રેનબક્સી લેબ્સને હસ્તગત કરી છે.