ગોલ્ડ ETFsના ટ્રેડિંગમાં ક્યાં કેટલો ચાર્જ ચૂકવવો પડે છે?
સોનુ ખરીદવા માટે અને તેમાંથી શ્રેષ્ઠ રિટર્ન મેળવવા માટે ગોલ્ડ ETFs (ઇટીએફ્સ)થી વધારે સારો વિકલ્પ કોઇ નથી. ખાસ કરીને ફિઝિકલ ગોલ્ડની ખરીદી અને તેના વળતર વિશેની તુલના કરવામાં આવે ત્યારે ગોલ્ડ ETF (ઇટીએફ)sના લાભ અને વળતર આંખે ઉડીને વળગે છે.
સોનામાં રોકાણ કરનારાઓ માટે સારી બાબત એ છે કે ગોલ્ડ ETFsએ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોવાથી તે ચોરાઇ જવાનો ભય રહેતો નથી. તેના માટે બેંકમાં ખાસ લોકર પણ ખોલાવવું પડતું નથી...

ભારતમાં લોકપ્રિય ગોલ્ડ ETFs
ગોલ્ડ ETFsને ભારતમાં શેરબજારમાંથી ખરીદી શકાય છે. ભારતમાં લોકપ્રિય ગોલ્ડ ETFsમાં એસબીઆઇ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, રિલાયન્સ મની, એક્સીસ ગોલ્ડ ઇટીએફ, એચડીએફસી ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો સમાવેશ થાય છે.

ગોલ્ડ ETFsમાં ટ્રેડિંગ કેવી રીતે કરી શકાય?
ગોલ્ડ ઇટીએફમાં ટ્રેડિંગ કરવા માટે આપે સૌ પ્રથમ ડીમેટ અને બ્રોકિંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે. આ પ્રક્રિયા શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે કરવી પડતી પ્રક્રિયા જેવી જ છે. ડીમેટ એકાઉન્ટ ખોલ્યા બાદ આપ ગોલ્ડ ETFsનું ખરીદ અને વેચાણ કરી શકો છો.

ગોલ્ડ ETFsના ટ્રેડિંગમાં ક્યાં ખર્ચો થાય છે?
આપ જેટલી વાર ગોલ્ડ ETFs ખરીદો અને વેચો છો ત્યારે આપને બ્રોકરેજ ચાર્જ લાગે છે. મહત્વની બાબત એ છે કે આ ટ્રેડિંગ પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગતો નથી. જો કે ગોલ્ડ ETFsના રિટર્ન પર એસેટ મેનેજમેન્ટ ફી લાગે છે.

ગોલ્ડ ETFs ખરીદી શકાય?
ગોલ્ડ ETFsમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે આગામી સમયમાં સોનાના ભાવમાં તેજી આવશે કે નહીં તે જોવું મહત્વનું છે. કારણ કે ગોલ્ડ ETFs ફિઝિકલ ગોલ્ડમના ભાવને ધ્યાનમાં રાખે છે. છેલ્લા એક વર્ષમાં સોનાએ નકારાત્મક વળતર આપ્યું છે એટલે ગોલ્ડ ETFsએ પણ નકારાત્મક વળતર આપ્યું છે. લાંબા ગાળે તે ફાયદો કરાવી શકે તેમ છે.












Click it and Unblock the Notifications
