સરકારની ભૂલોના લીધે, કંઇ આ રીતે થઇ રહ્યો છે આધાર ડેટા લીક

Posted By:
Subscribe to Oneindia News

બેંગલુરુની સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટીની તરફથી એક તેવી રિપોર્ટ સામે આવી છે જેણે આધાર કાર્ડની સુરક્ષાને લઇને અનેક મોટા સવાલ ઊભા કર્યા છે. આ સવાલોમાં દાયરામાં હવે મોદી સરકાર પણ આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ મોદી સરકાર આધાર કાર્ડને તમામ મહત્વના દસ્તાવેજો જોડે જોડી રહી છે ત્યાં જ આધાર કાર્ડની સુરક્ષાને લઇને પણ કેટલાક સવાલ ઊભા થઇ રહ્યા છે.

13.5 કરોડ લોકોનો ડેટા લીક

13.5 કરોડ લોકોનો ડેટા લીક

સીઆઇએસની રિપોર્ટ મુજબ લગભગ 13.5 કરોડ આધાર કાર્ડ ડેટા લીક થયો હોવાની સંભાવના છે. તે પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક સરકારી વિભાગોએ કરોડો લોકોની આધાર કાર્ડ જાણકારી સાર્વજનિક કરી છે. જેને હવે કોઇ પણ જોઇ શકે છે.

કેમ લીક થયો?

કેમ લીક થયો?

સીઆઇએસની રિપોર્ટ મુજબ ચાર ડેટા બેઝને સ્ટડી કરી તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી આ રિપોર્ટમાં તે વાતની કોઇ જાણકારી નથી આપવામાં આવી કે ડેટા લીક થવા પાછળ કારણ શું હતું. સાથે જ તે પણ નથી બતાવવામાં આવ્યું કે તેને જાણી જોઇને લીક કરવામાં આવ્યો છે કે પછી ભૂલથી.

4 જગ્યા

4 જગ્યા

સીઆઇએસની આ રિપોર્ટ મુજબ ચાર જગ્યાઓથી આધાર ડેટા લીક થયો છે. જેમાં બે ડેટા બેઝ રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી સાથે જોડાયેલા છે. અને એક નેશનલ સોશ્યલ અસિસ્ટેંટ પ્રોગામના ડેશબોર્ડ સાથે તથા છેલ્લુ નેશનલ રૂરલ એપ્લોયમેન્ટ ગેરંટી એક્ટનું પોર્ટલ છે. આ સિવાય બે ડેટા બેઝ આંધ્ર પ્રદેશથી પણ જોડાયેલા છે. જેમાં એક સ્ટેટ નરેગા પોર્ટલ છે અને બીજું ચંદ્રાના વીમા નામક સરકારી સ્કીમનું ડેશબોર્ડ.

10 કરોડ એકાઉન્ટ નંબર

10 કરોડ એકાઉન્ટ નંબર

એટલું જ નહીં જો આ રિપોર્ટનું માનીએ તો આ ચાર પોર્ટલમાં લગભગ 13.5 કરોડ લોકોની આધાર કાર્ડ સાથે જોડાયેલી તમામ મહત્વની જાણકારીઓ લીક કરવામાં આવી છે. જેમાં 10 કરોડથી વધુ જેવા એકાઉન્ટ નંબર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જો આ રિપોર્ટ સાચો નીકળ્યો તો આધાર કાર્ડને અને સુરક્ષાને લઇને કેન્દ્ર સરકારની મુશ્કેલી આવનારા દિવસમાં વધશે.

વધુ વાંચો

વધુ વાંચો

આધાર કાર્ડને લઇને કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટમાં શું ચર્ચા થઇ વિગતવાર જાણો અહીં.

Read also: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું આધાર વૈકલ્પિક નહીં અનિવાર્ય છે

English summary
Aadhaar and bank account details of 130 million people leaked from govt websites: Report.
Please Wait while comments are loading...